Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ફેસબુક ફ્રેન્‍ડ ગેંગનો ભોગ બનતા જુનાગઢના યુવાનને પોલીસે આબાદ બચાવી લીધો

જુનાગઢ, તા.૪: ગયા રવિવારે જૂનાગઢ શહેરના પોશ વિસ્‍તારમાં રહેતો સારા ઘરનો, શિક્ષકનો પુત્ર, એવો એક યુવક પંકજ (નામ બદલાવેલ છે..) પણ આવી ગેંગનો શિકાર બન્‍યો હતો. શિકાર બન્‍યા બાદ પોતાની આબરૂ જવાની બીકે પોતે મુંજાયો હતો. મનમાં ઘણા બધા વિચારો અને કાલ્‍પનિક ભય ઉતપન્ન થતા, આત્‍મહત્‍યા સુધીના વિચારો આવ્‍યા હતા. ખૂબ જ મુંજાયા બાદ આ યુવક ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી, પોતાના ફેસબુક એકાઉન્‍ટ ઉપર મહિલાના નામથી રિકવેસ્‍ટ આવ્‍યાની વાત કરતા, ડીવાયએસપી જાડેજા દ્વારા બાકીના બનાવની તમામ વાત યુવક પંકજને કરી દેતા અને હવે એ યુવતી રૂપિયા માંગતી હશે અને તમને કોઈ પોલીસ ઓફિસરના ટ્રુ કોલર વાળો ફોન પણ આવેલ હશે,..તેવું યુવકને જણાવતા, યુવક અચંબામા પડી ગયો હતો. યુવકને ફોન ઉપર આજે રવિવાર હોઈ, બેંક બંધ હોઈ, સાંજ સુધી રૂપિયાની સગવડ કરતો હોવાની વાત કરવા સલાહ આપી હતી અને યુવક વધારે પડતો ગભરાઈ ગયેલ હોઈ, સાંજે પ્રોબ્‍લેમ સોલ્‍વ થઈ જશે, એવું જણાવી, જરા પણ ચિંતા નહિ કરવા જણાવી, સાંત્‍વના આપી, સાંજે રૂબરૂ મળવા પણ જણાવેલ હતું.

જૂનાગઢના યુવક પંકજ દ્વારા મહિલાને સાંજના સાત વાગ્‍યા સુધી વ્‍યવસ્‍થા કરવાની લાલચ આપતા, ફોન બંધ થયેલ હતા અને સાંજે યુવક ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળતા, યુવક એટલો બધો ગભરાઈ ગયેલ હતો કે, યુવકને ઓળખીતાના ફોન આવે તો પણ ગભરાઈ જતો હતો. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા યુવકને હવે ફોન આવે ત્‍યારે મહિલાને તે મહિલાનો નમ્‍બર અને રેર્કોડિંગ પોતે શહેરની ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસને આપી દીધા છે, હવે ક્રાઇમ બ્રાન્‍ચ તપાસ કરશે, ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા તમને રૂપિયા આપવાની ના પાડેલ છે,...એવું જણાવી, જરૂર પડે તો અમારો નમ્‍બર આપી દેવા જણાવેલ હતું. ત્‍યારબાદ મહિલા તથા તેની ગેંગના સભ્‍યોના ફોન આવતા, યુવક પંકજ દ્વારા જૂનાગઢ પોલીસ દ્વારા સમજાવ્‍યા -માણે પોતે તમામ નંબર ક્રાઇમ બ્રાન્‍ચને આપી દીધાનું જણાવતા, ગેંગના ફોન બંધ થયેલ હતા અને યુવકને રાહત થઈ હતી.

જૂનાગઢ પોલીસની સલાહ અને મદદ કરવાના કારણે યુવકને રાહત થયેલ હોઈ, યુવક પંકજ રૂબરૂ મળી, પોતે મહિલા સાથેના વીડિયો જાહેર થશે તો, પોતાના સમાજમાં અને કુટુંબમાં શુ મોઢું દેખાડશે...? એવું વિચારી આપઘાત કરવાનો પણ વિચાર કરેલ અને છેલ્લી આશાના સહારે પોલીસને ફોન કરતા, પોતાનો જીવ બચ્‍યાની વાત કરી, રડવા લાગેલ અને જો પોતે પોલીસને ફોન ના કર્યો હોત તો, હું આત્‍મહત્‍યા જ કરતો અને કદાચ હું મારા માતા પિતા કે કોઈને આજે મળ્‍યો ના હોત, એવું જણાવી, રડમસ ચહેરે, જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કરેલ હતો. ર્ંસોશિયલ મીડિયાના ગેર ઉપયોગના લાલબત્તી સમાન આ કિર્સ્‍સાં નો ભોગ બનેલા યુવકને જૂનાગઢ પોલીસ દ્વારા હવેથી સાવચેતી રાખવા સલાહ પણ આપવામાં આવી હતી.

જૂનાગઢ શહેરના જ સંખ્‍યાબંધ લોકો, આ ફેસબુક ફ્રેન્‍ડ બનાવતી ગેંગના શિકાર બન્‍યા છે, જેમાં યુવાનથી માંડીને વયોવળદ્ધ લોકો ભોગ બન્‍યા છે, જે તમામ લોકોને જૂનાગઢ પોલીસ તરફથી સહકાર આપી, ઘણા લોકોને આવી ગેંગના ભયમાંથી બહાર્રં કાઢયા છે, ત્‍યારે જૂનાગઢ પોલીસ તરફથી આવી મહિલા ફેસબુક ફ્રેન્‍ડ થી દુર રહેવા અને કદાચ ફ્રેન્‍ડ બનાવે તો, વિડીયોકોલની જાળમાં નહીં ફસાવવા ખાસ વિનંર્તીં કરવામાં આવે છે. ફસાઈ ગયા પછી આવી ગેંગથી ગભરાવવા કરતા પોલીસને જાણ કરવા તેમજ આવી ગેંગને પોલીસને જાણ કરી હોવાનું જણાવી, પીછો છોડાવવા પણ જાણ કરવામાં આવે છે. લોકોની જાગળતિ માટે અને આવું કળત્‍ય થયા પછી, આવી ગેંગના ડરના કારણે કે સમાજમાં આબરૂ જવાની બીકે કોઈ અજુગતું પગલું પણ નહીં ભરવા, બલ્‍કે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરવા, પોલીસમાં ફરિયાદ કરવા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી તરફથી જાર્ણં કરવામાં આવે છે.

(1:38 pm IST)