Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમરેલીનાં રાજસ્‍થળીમાં ચુનો ઉપાડવાનું કહેતા મારા મારી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૪ :.. રાજસ્‍થળી ગામે સ્‍વામી નારાયણ મંદિરની શેરીમાં રહેતા કિશોરભાઇ રમેશભાઇ ડાબસરા ઉ.૩૧ તા. ૧-૬ ના સાંજના તેના મોટા બાપુના ઘરેથી પોતાના ઘરે જતો હતો. ત્‍યારે રસ્‍તામાં અશોકભાઇની દુકાન પાસે ચુનો ઉડાડવાની ના પાડતા પરેશ કાળુભાઇ વડેચા, કાળુ મોહનભાઇ વડેચા ઉશ્‍કેરાઇ પકડી પાડી માથામાં લોખંડનો પાઇપ મારી ગંભીર ઇજા કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે રહેતા અશોકભાઇ ધીરૂભાઇ પરમાર (ઉ.ર૪) કોઇ કામ ધંધો કરતો ન હોય અને રખડુ જીવન જીવતો હોય પોતાના જીદી સ્‍વભાવના કારણે પોતાની મેળે મરી જવા માટે તા. ર-૬ ના બપોરના બે વાગે મેકડાથી ફીફાદ જવાના રસ્‍તે બાલાભાઇ ફીફાદવાળાની માલીકીની વાડીના ધોળીયા કુવામાં પડી જઇ પાણીમાં ડૂબી જતા મૃત્‍યુ નિપજયાનું ધીરૂભાઇ પોપટભાઇ પરમારે વંડા પોલીસ મથકમાં  જાહેર કરેલ છે.

મારામારી

જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી હનુમાન દાદાના મંદિર પાસે જગુભાઇ વીહાભાઇ વરૂ ઉ.પર પોતાના ગામમાં હનુમાન દાદાના મંદિર પાસે વાડમાં જુનુ થાંભલાનું બટકુ પોતાના ખેતરની ખડકીમાં નાખવા માટે લેવા ગયેલ. ત્‍યારે કાળુ એભલભાઇ વરૂ, ભીખુ એભલભાઇ વરૂ, પ્રતાપ કાળુભાઇ વરૂએ જાનથી મારી નાખવા ધમકી આપ્‍યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે પ્રતાપભાઇ કાળુભાઇ વરૂ ઉ.ર૬ ને સામાવાળા સાથે તા. ૧-૬ ના સાંજના વિજળીના થાંભલા પ્રશ્ને માથાકુટ કરેલ જે મનદુઃખ રાખી પ્રતાપભાઇના પિતાને જયમત જગુભાઇ વરૂ, જસુ વિહાભાઇ વરૂ, જગુ વિહાભાઇ વરૂએ ઢીકાપાટુનો માર મારી પ્રતાપભાઇ ના મોટાભાઇને માથાના ભાગે કુહાડીનો હાથો મારી ઇજા કરી એકબીજા એ મદદગારી કર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

સાવર કુંડલા હાથસણી રોડ ઉપર રાધેશ્‍યામ સોસાયટીમાં રહેતી ભૂમિકાબેન સાગરભાઇ ભાલીયા પોતે ઘરે હાજર હોય ત્‍યારે સામાવાળા ભરત નરસિંહભાઇ જેઠવા દારૂ પીને ઘરે આવતા ઠપકો આપતા સારૂ નહિ લાગતા ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ધકકો મારી પછાડી માથામાં ઇજા કર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. 

(1:37 pm IST)