Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધો.૧ર સામાન્‍ય પ્રવાહનું જુનાગઢ જિલ્લાનું ૮૬.પ૦ ટકા પરિણામ

સૌથી વધુ દિવરાણા કેન્‍દ્રનું ૯પ.રપ ટકા રિઝલ્‍ટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪ : આજે સવારે ધો.૧ર  સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર થતા જુનાગઢ જિલ્લાનું ૮૬.પ૦ ટકા રિઝલ્‍ટ આવ્‍યું છે.

ગુજરાત બોર્ડનું ધોરણ ૧ર સામાન્‍ય પ્રવાહનું પરિણામ સવારે બોર્ડની વેબ સાઇટ પર જાહેર કરવામાં આવેલ.

જુનાગઢ જિલ્લામાંથી ધો.૧ર સામાન્‍ય પ્રવાહની પરીક્ષા ૯૦૦પ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી ૮૯૦૬ છાત્રો ઉર્તીણ થતાં કુલ પરિણામ ૮૬.પ૦ ટકા આવેલ છે.

જિલ્લામાં એ-૧ ગ્રેડ પ૬ વિદ્યાર્થીઓને મળ્‍યા છે. જયારે એ ટુ ગ્રેડમાં ૭૩૧, બી-૧માં ૧૪૩પ અને બી ટુ  ગ્રેડમાં ૧૬પર વિદ્યાર્થીઓ આવેલ છે.

જયારે જુનાગઢ કેન્‍દ્રની વાત કરીએ તો. ૮પ.૯૯ ટકા પરિણામ આવ્‍યું છે. જુનાગઢ કેન્‍દ્ર પરથી ૩૭ર૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૭૦૪ વિદ્યાર્થીઓ સફળ થયા છે.

જિલ્લાનાં અન્‍ય કેન્‍દ્રોમાં દિવરાણા કેન્‍દ્રનું સૌથી વધુ ૯પ.રપ ટકા પરિણામ આવેલ છે.

કેશોદ કેન્‍દ્રનું રિઝલ્‍ટ ૮૬.૦ર ટકા, માળીયા હાટીના ૮૯.૮૬ ટકા મેંદરડા ૮૮.પર ટકા, માણાવદર ૮૦.ર૦ ટકા, માંગરોળ ૮૪.૭૭ ટકા લોએજ ૮૬.૦ર ટકા ખોરાસા ગીર ૮૯.પ૧, વિસાવદર ૮૩.પપ અને ભેંસાણ કેન્‍દ્રનું ધો.૧ર સામાનય પ્રવાહનું પરિણામ ૮૩.૦૩ ટકા આવેલ છે.

ધો.૧ર કોમર્સનું રિઝલ્‍ટ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્‍યો હતો. શાળાઓમાં વિદ્યાર્થીઓ વાલીઓ, શિક્ષકો અને સ્‍કુલ સંચાલકોએ શ્રેષ્‍ઠ પરિણામ લાવનાર છાત્રોને શુભેચ્‍છા પાઠવી આનંદોત્‍સવ મનાવ્‍યો હતો.

(1:53 pm IST)