Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જુનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના કોઠારી પૂ. પ્રેમસ્‍વરૂપદાસજી મહારાજનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ  : જવાહર રોડ ઉપર આવેલ અને ભગવાન સ્‍વામીનારાયણે સ્‍વહસ્‍તે પધરાવેલ સિધ્‍ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો હરીભકતોની મનોકામના પુર્ણ કરે છે.તેવા શ્રીસ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરના કોઠારી સ્‍વામી પૂ. પ્રેમસ્‍વરૂપદાસજી મહારજનો આજે ૪૮માં જન્‍મ દિન પ્રસંગે ચેરમેન દેવનંદસ્‍વામી તેમજ સંતો પી.પી.સ્‍વામી, કુંજ સ્‍વામી, પૂજારી સ્‍વામી ધર્મીકેશોરદાસજી, પાર્શદ ચીમન ભગત, પ્રફુલભાઇ કાપડીયા અને હરીભકતો દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી છ.ે

જુનાગઢના શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરના કોઠારી પદ નિયુકત થયા બાદ પૂ. પ્રેમસ્‍વરૂપદાસજી મહારાજ (નવાગઢ)એ સરળ સ્‍વભાવ, પ્રેમાળ અને મિલનસાર વ્‍યકિતત્‍વને કારણે રાધારમણદેવ ટેમ્‍પલ સમિતિ, સંતો, ટ્રસ્‍ટી ગણ અને હરીભકતોમાં ખુબજ આદરભર્યુ સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છે. ચેરમેન દેવનંદસ્‍વામી, પી.પી.સ્‍વામી તેમજ સર્વે સંતોનાં સહકારી શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ખાતે સામાજીક, ધાર્મિક કાર્યો થતા જ રહે છે. કોરોનાનાં કપરા સમયકાળમાં પણ જરૂરીયાતમંદ લોકોને માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરી આપવામાં આવી હતી. આ ઉપરાંત અહીં ઉજવાતા વિવિધ ઉત્‍સવો જેમ કે રાધારમણદેવ પ્રાગટય મહોત્‍સવ, હરીકૃષ્‍ણ મહારાજનો જન્‍મોત્‍સવ, પુનમનો ઉત્‍સવ સહિતનાં કાર્યો થતાં રહે છે. ઉપરાંત સંતોનાં સથવારે શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરનો નિર્મળ, સ્‍વચ્‍છ વહીવટ અને વિકાસના અનેક વિધ કાર્યો હાથ ધરી અને વિકાસની પ્રક્રિયાને વેગવંતી બનાવી છે. આજે પૂ. શાષાી પ્રેમસ્‍વરૂપદાસજી મહારાજના જન્‍મદિન પ્રસંગે તેઓને મો. ૯૮રપપ રર૭૪૪ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(1:35 pm IST)