Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જુનાગઢની આલ્‍ફા હાઇસ્‍કુલનુ ધો.૧ર કોમર્સનું રેકોર્ડ બ્રેક ૯૭ ટકા

પરિણામ બોર્ડનો ટોપટેનમાં ત્રણ વિદ્યાર્થીઓએ સ્‍થાન મેળવ્‍યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪ : જુનાગઢની આલ્‍ફા હાઇસ્‍કુલ ધો.૧ર કોમર્સનુ રેકોર્ડ બ્રેક ૯૭ ટકા પરિણામ આવેલ છે.

આ સ્‍કુલના સંચાલક જી.પી. કાઠીએ જણાવ્‍યું હતું કે બોર્ડના ટોપટેન વિદ્યાર્થી આલ્‍ફા સ્‍કુલના ૩ વિદ્યાર્થીઓએ સ્‍થાન મેળવ્‍યુ છે જેમાં કકકડ પ્રિયાંશી ૯૯.૯૮ પી.આર.સાથે બોર્ડમાં દ્વિતીય અને દલસાણીયા ઓમ ૯૯.૯૭ પી.આર. સાથે બોર્ડમાં તૃતીય અને ત્રિવેદી માનસી ૯૯.૯પ પી.આર. સાથે બોર્ડમાં પાંચમો ક્રમ મેળવેલ છે. ઉપરાંત આ સ્‍કુલના ૬ વિદ્યાર્થીઓએ એ વનગ્રેડ મેળવેલ છે જેમાં દવે કોમલ, વડેરા અમી સહિતનાનો સમાવેશ થાય છે.

ઉપરોકત વિદ્યાર્થીઓને આ ઝળહળતી સફળતા મેળવવા બદલ શાળા સંચાલક જી.પી.કાઠી તથા સહસંચાલક ચેતનભાઇ કાઠીએ અભિનંદ પાઠવ્‍યા હતા.

(1:32 pm IST)