Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

સાવરકુંડલા : પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્‍ટની મિટીંગ

 સાવરકુંડલા : આવી રહેલી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ના વધારે મા વધારે ઉમેદવારોને કેવી રીતે જીતાદિને રાજયમા કોંગ્રેસનીᅠ સરકાર બને તે માટેᅠ અગત્‍યની એક મિટિંગનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્‍ટના નેજા હેઠળ રાજીવ ગાંધી ભવન પાલડી અમદાવાદ ખાતે રાખવામાં આવેલ અને આવી રહેલ ચૂંટણીમાં ભાજપની બી ટીમ જેમકે મીમ અને આપ જેવા પક્ષ જે લઘુમતી સમુદાયના વોટનુ વિભાજન કરવા માટે અને ભાજપને આડ કતરી રીતે મદદરૂપ થવા ગુજરાતમાં આગામી વિધાનસભા લડવા આવી રહેલ છે. તેમાં લધુમતી સમુદાય કોઇ લોકો કોઈ પણ રીતે બહેકાવવામા ન આવે અને લોભ પ્રલોભનમા પણ ના આવે અને આગામી વિધાનસભામા તેને જાકારો આપવા માટે બંગાલની જેમ અને યૂપીની જેમ ડિપોજિટ ગલ થાય અને એક પણ મત મુસ્‍લિમ સમાજનો વેડફાય નહી અને સમગ્ર લઘુમતી સમાજ એક થઈને ભારતીય જનતા પાર્ટીને કારમો પરાજિત કરવા માટે સમાજના આગેવાનોએ હાકલ કરેલ છે અને આᅠમિટિંગમા ઝોનલ પ્રભારી અને જિલ્લા પ્રભારીઓની નિમણૂક કરવામા આવેલ છે ભાજપ ની વિચારધારા છે કે ગુજરાતમાં આગામી વિધાનસભા લઘુમતી સમુદાય નો એકપણ ઉમેદવાર ધારાસભ્‍ય તરીકે ના ચૂંટાય તેવી મેલી મુરાદ બર ના આવે તેની ખાસ કાળજી રાખવામાં આવે અને આપણા દેશની ગંગા જમના તેઝીબ અને બંધારણની રક્ષા કરવા માટે તેમજ દેશની એકતા અખંડિતતા અને ભાઈચારાને કાયમી ધોરણે જણવાઈ રહે તેના માટે ખાસ મહેનત દ્વારા કોંગ્રેસ પાર્ટી જેને પણ ઉમેદવાર તરીકે પસંદગી કરે તેમને તન મન અને ધનથી મહેનત કરી ઉમેદવારો જે કોઈ પણ સમાજ કે ધર્મના હોય તેમનેᅠ વિજેતા બનાવવા હાકલ કરવામાં આવેલ છે. લઘુમતી સમુદાયના લોકોને એક્‍તા ના સૂત્રને કાયમી કરીને આ માટે દરેક ઝોનની અલગ અલગ મિટીંગ કરી અને દરેક ઝોનમાં કોંગ્રેસ પક્ષને સ્‍પષ્ટ બહુમતી મળે તેના માટે તનતોડ પરિશ્રમ કરવા જણાવેલ. આ પ્રસંગે ધારાસભ્‍યો ગ્‍યાસુદ્દીન શેખ, જાવેદભાઈ પીરઝાદા, ઈમરાનભાઈ ખેડાવાલા, ગુજરાત કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન વઝીરખાન પઠાણ, કાર્યકારી ચેરમેન ઈમ્‍તિયાઝ અલી કાદરી, કોંગ્રેસના અગ્રણીઓ ઉપ પ્રમુખ યુનુસભાઈ પટેલ, મહામંત્રી ઈકબાલભાઈ શેખ, ચિરાગભાઈ શેખ, નઈમબેગ મિર્ઝા, સુલેમાનભાઈ પટેલ,ᅠ મુર્તુઝાભાઈ ખાન તેમજ ગુજરાતભરમાંથી કોંગ્રેસ માઇનોરીટી ના આગેવાનો એ વિશાળ સંખ્‍યામાં હાજરી આપેલ. સંચાલન નાસીરખાન પઠાણ અનેᅠ ઝૂનૈદભાઈ શેખે કર્યું હતું. (તસ્‍વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)(

(1:30 pm IST)