Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વિસાવદરનાં ભલગામનાં ગંભીર રોગથી પીડાતા દર્દીને સામાજીક અગ્રણી બીપીન રામાણીની સહાય : ચેક અર્પણ કર્યો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૪ : વિસાવદરના સામાજીક અગ્રણી બીપીનભાઇ પોપટભાઇ રામાણીએ તાલુકાના ભલગામ ગામે સિકલસેલ એનેમિયાથી પીડાતા દર્દીᅠ વિજયભાઇ વઘાસીયાના ઘરે રૂબરૂ જઇ દર્દીને સહાય રૂપે ચેક અર્પણ કર્યો હતો. સિક્‍લસેલ એનેમિયા નામના ગંભીર રોગથી પીડાતા આ દર્દીને સારવાર માટે વધુ રકમની આવશ્‍યકતા હોય, રાજકીય-સામાજીક-ધાર્મિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, સેવાભાવી સંસ્‍થાઓ, સંતો-મહંતોને સહાયભૂત થવા રામાણીએ અપીલ કરી હતી. આ તકે ભલગામ ગામના સરપંચ ગીરીશભાઈ ગોધાણી,ઉપસરપંચ જયંતીભાઇ વઘાસીયા, ડો.નિલેશભાઈ વેકરીયા, કિશોર કોટડીયા (કે.કે), રમેશભાઈ કોટડિયા, યોગેશભાઈ વેકરીયા, રસીકભાઇ વઘાસીયા, નાનાબાપા કોટડીયા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:29 pm IST)