Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જુનાગઢના દારસાલી ગામે લુંટનો ભેદ ઉકેલાયોઃ ૩ શખ્‍સો પ.૮૭ લાખના મુદામાલ સાથે ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૪: દરસાલી ગામે જાહેર રોડ ઉપર આ કામના ફરીયાદી નિખીલભાઇ કેશવજીભાઇ રાયચડા રહે. કેશોદ વાળા કે જેઓની ખોળ કપાસીયાની દુકાનના કલેકશનના રૂપીયા આશરે ત્રણ લાખ રોકડા તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા બે ચેક તથા પાકીટ તથા હિસાબની બુકો થેલામાં રાખી આવતા હોય તે દરમ્‍યાન દરસાલી ગામથી આગળ આવતા આ કામના આરોપીઓએ પુર્વઆયોજીત ગુન્‍હાહીત કાવતરૂ રચી પીકઅપ બોલેરાના ચાલકે પાછળથી ફરીયાદીની મોટર સાયકલમાં ઠોકર મારી રોડ પર પછાડી દઇ શરીરે ઇજાઓ કરી બે મોટર સાયકલ ચાલકએ તથા બોલેરો ચાલકએ ફરીયાદી પાસે રહેલ થેલાની લુંટ કરી નાસી છુટયા હતા.

જેથી જુનાગઢ રેંજના ડીઆઇજી મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તથા જુનાગઢ જીલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા અપાયેલ સુચના અનસુંધાને ભીમાભાઇ ઉર્ફે જીતુભાઇ સ/ઓ ઠેબાભાઇ પીઠાભાઇ કરગઠીયા કોળી (ઉ.વ.૩૭) ધંધો ડ્રાઇવીંગ રહે. મૂળ માધાવાપુર ગામ પાવર હાઉસની પાછળ તા.જી.પોરબંદર, સંજય ઉર્ફે દિવ્‍યેશ ઉર્ફે દિવલો સ/ઓ રામભાઇ ભીમાભાઇ રામ આહીર (ઉ.વ.ર૪) રહે. નુનારડા ગામ યર વાડી વિસ્‍તાર તા.કેશોદ જી. કેશોદ. ચંદર ઉર્ફે સુમીત સ/ઓ પુનાભાઇ બાબુભાઇ ચૌહા કોળી (ઉ.વ.૧૮) ધંધો ડ્રાઇવીંગ રહે. જુનાગઢ, દોલતપરા ૬૬ કે.વી. શ્રમજીવીનગરની ધરપકડ કરાઇ છે.

પોલીસે રોકડા રૂા. ર,૩૬,૦૦૦, મોબાઇલ ફોન-૪ કિ. રૂા. ૩૧,૦૦૦ મો.સા. ૧ કિં. રૂા. ર૦,૦૦૦, ટાટા કંપનીનું વાહન ૧ કિ. રૂા. ૩,૦૦,૦૦૦  કુલ કિ.રૂા. પ,૮૭,૦૦૦ મુદામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. એચ.આઇ.ભાટી, પો.સ.ઇ. ડી.જી.બડવા, એએસઆઇ વિજયભાઇ બડવા, વિક્રમભાઇ ચાવડા, પો.હે.કો. યશપાલસિંહ જાડેજા, જયદીપભાઇ કનેરીયા તથા પો.કોન્‍સ. સાહીલભાઇ સમા, ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટા, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા. પો.કો. વરજાંગભાઇ બોરીચા, જગદીશભાઇ ભાટુ, મુકેશભાઇ કોડીયાતર, વનરાજ ચાવડાએ કરી છે.

(1:29 pm IST)