Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જૂનાગઢ યુરોપિયન યુનીયન દ્વારા કલાઇમેટ એકશન પ્‍લાન તૈયાર કરવા મીટીંગ

સાઉથ ઇસ્‍ટ એશિયાના પ્રોગ્રામ હેડ કોર્ડિનેટર અસીહ બુદૈતી તથા ન્‍યુ દિલ્‍હીનાં ડેલીગેશન આશિષ વર્મા દ્વારા મુલાકાત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ તા.૪ :મહાનગર પાલિકાની કચેરી ખાતે ગ્‍લોબલ કોવેનન્‍ટ ઓફ મેયર્સ અને મ્‍યુનિસિપલ કોર્પોરેશને ગ્‍લોબલ કોવેનન્‍ટ ઓફ મેયર્સ એશિયા પ્રોજેકટ માટે યુરોપિયન યુનીયન દ્વારા કલાઇમેટ એકશન પ્‍લાનની તૈયારી માટે સાઉથ ઇસ્‍ટ એશિયાના પ્રોગ્રામ હેડ થાઇલેન્‍ડના અસીહ બુદૈતી તથા દિલ્‍હીના પ્રોગ્રામ કોર્ડીનેટરે શહેરની મુલાકાત લઇ વિકાસકાર્યોની વિગત મેળવી હતી.

આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર કમિશનર રાજેશ, એમ.તન્ના, ગીરીશભાઇ કોટેચા, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ ભીંભા, અરવિંદભાઇ ભલાણી, અસીહ બુદૈતી, આશીષ વર્મા હાજર રહ્યા હતા. વિકાસ કાર્યોનું પ્રેઝન્‍ટેશન અલ્‍પેશ ચાવડા દ્વારા થયુ હતું તેમજ અધિકારીઓએ વિકાસ કાર્યોની સાઇટની મુલાકાત લીધી હતી.

આવનાર દિવસોમાં ગ્‍લોબલ વોર્મિંગની અસર શહેરને ઓછામાં ઓછા થાય તેનું પ્‍લાનિંગ કરી તેનું ફંડીગ યુરોપિયન યુનિયનનાં માધ્‍યમથી જીકોમ એશિયા દ્વારા ફળવાશે. 

(1:27 pm IST)