Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધોરણ ૧૨નું પરિણામ જાહેર, મોરબી જીલ્લાનું ૮૯.૨૦% પરિણામ

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૪ : રાજ્‍યમાં ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્‍યું છે જેમાં મોરબી જીલ્લાનું ઉતમ પરિણામ આવ્‍યું છે તો જીલ્લામાં સૌથી વધારે હળવદ તાલુકો ઝળકી ઉઠ્‍યો છે

 મળતી માહિતી મુજબ ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહના વિધાર્થીઓ પરિણામનું આતુરતાથી રાહ જોઈએ રહ્યા છે જેનો આજે અંત આવ્‍યો છે અને પરિણામો જાહેર કરવામાં આવ્‍યા છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૮૯.૨૦ % આવ્‍યું છે જેમાં તાલુકાના પરિણામો પર નજર કરીએ તો જીલ્લામાં સૌથી વધારે પરિણામ હળવદ તાલુકાનું ૯૪.૨૬%, વાંકાનેર તાલુકા ૮૮.૫૩%,  ટંકારા તાલુકા ૮૮.૪૯ % અને મોરબી તાલુકા ૮૭.૨૧%આવ્‍યું છે જેમાં ખ્‍૧ ગ્રેડમાં ૪૮ વિધાર્થીઓ અને ખ્‍૨  ગ્રેડમાં ૫૫૨ વિધાર્થીઓએ મેદાન માર્યું છે

 મોરબી જીલ્લાના ઉતમ પરિણામ બદલા જીલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ મોરબી દ્વારા તમામ સંચાલકઓ, આચાર્યઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માનવામાં આવ્‍યો હતો.

(1:25 pm IST)