Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પોરબંદરમાં વર્ષો જુના ભાડૂઆતોને લેન્‍ડ ગ્રેબીગની નોટીસો સામે રોષ

મકાન ખાલી કરાવવા કાયદાના દુરોપયોગની ચર્ચા : નાના માણસોનું કોઇ સાંભળતુ નથી... ?

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪ :  સાંઇઠથી સીતેર વર્ષથી ભાડે રહેતા ભાડુઆતોને લેન્‍ડ ગ્રેબ્રીગ હેઠળ નોટીસો અપાતા રોષ વ્‍યાપી ગયો છે. અને ભાડુઆતના મકાનો ખાલી કરાવવા કાયદાનો દુરોપયોગની ચર્ચા થઇ રહી છે.

એમ.જી. રોડ ઉપર સાંઇઠ-સીંતરે વર્ષથી ભાડે રહેતા એક પરિવારને લેન્‍ડ ગ્રેબીંગની નોટીસો મળતા કલેકટર કચેરીએ  વકીલને સાથે રાખીને રજુઆત કરવા દોડી ગયેલ ત્‍યારે કલેકટર કચેરીએ આ પરિવારને સાંભળવાને બદલે વકીલ ‘નો એલાઉડ' એવો જવાબ આપ્‍યાની ચર્ચા છે.

બીજીબાજુ જમીન માફિયાઓ દ્વારા ગૌચર જગ્‍યા પચાવી પાડવાના કેસમાં રાજકીય ઓથ હેઠળ કોઇ કાર્યવાહી થતી નથી ત્‍યારે ભાડુઆત સહિત નાના માણસોને સાંભળ્‍યા વિના હેરાનગતિની ચર્ચા થઇ રહી છે.  ખરેખર મોટેપાયે દબાણ કરનારાઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠી છે.

(1:24 pm IST)