Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પોરબંદરમાં લમ્‍પી વાયરસથી ર પશુઓના મૃત્‍યુઃ નવા ૪ કેસની આઇસોલેશનમાં સારવાર

જીવદયા પ્રેમીના સહયોગથી તાત્‍કાલીક આઇસોલેશન વોર્ડ શરૂ કરાયોઃ તંત્ર દ્વારા રપ૩ પશુઓનુ઼ રસીકરણ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ : જિલ્લામાં પશુઓમાં લમ્‍પી વાયરસે દેખા દીધા બાદ લમ્‍પી વાયરસથી એક ગાય અને એ કખુટીંયાના મૃત્‍યુ થયેલ છે લમ્‍પી વાયરસના નવા ૪ કેસ આવ્‍યા છે. જેની જીવદયા પ્રેમીના સહયોગથી શરૂ કરેલ આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છ.ે અત્‍યાર સુધીમાં લમ્‍પી વાયરસના કુલ કેસની સંખ્‍યા ૧ર પહોંચી છે.

જીવદયા પ્રેમી ડો. નેહલબેન કારાવદરા અને તેની સેવાભાવીઓની ટીમે લમ્‍પી વાયરસના ચેપગ્રસ્‍ત પશુઓના આઇસોલેશન વિભાગમાં પાણી અને ઘાસની વ્‍યવસ્‍થા કરી છે.

ગોધનમાં પગમાં સોજા ચડવા, તાવ આવવો, નાકમાંથી ચીકણું પ્રવાહી નીકળવુ, શરીર ઉપર ચકામાં જોવા મળવા જેવા ‘લમ્‍પિ' વાયરસ રોગના શંકાસ્‍પદ લક્ષણો જોવા મળી રહ્યા છે રસીકરણ કરવામાં આવી રહ્યં છે. ત્‍યારે પશુપાલન વિભાગ દ્વારા તાત્‍કાલિક આ બાબતે કાર્યવાહી જરૂરી છે. શહેરમાં અત્‍યાર સુધીમાં રપ૩ પશુઓનું રસીકરણ થયું છે. તેમાં મોટા ભાગના પાંજરાપોળ અને ગૌશાળાના પશુઓનું રસીકરણ થયું છે

લમ્‍પી વાયરસથી  ર પશુઓના મૃત્‍યુ થયેલ છે. આઇસોલેશન વોર્ડમાં નવા ૪ કેસ સહીત કુલ ૧ર કેસના પશુઓની સારવાર ચાલીરહી છ.ે

(1:23 pm IST)