Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પોરબંદર : ખેલ મહાકુંભમાં બ્રોન્‍ઝ મેડલ

રબંદર : ખેલ મહાકુંભના કારણે હું નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ કરૂં છું તેમ ચાવડા ગોરધનભાઇએ જણાવીને ખેલ મહાકુંભમાં વરિષ્‍ઠ નાગરિકોને તક આપવા બદલ સરકારશ્રીનો આભાર માન્‍યો છે. નિવૃત્ત એ.એસ.આઇ. ચાવડા ગોરધનભાઇએ પણ ખેલ મહાકુંભમાં ભાગ લઇને યોગમાં રાજ્‍યકક્ષાએ બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો છે. ગોરધનભાઇએ જણાવ્‍યું કે, રાજ્‍ય સરકારનું સુંદર આયોજન છે. જેમાં દરેક ઉંમરના નાગરિકોનો સમાવેશ કરાયો છે. ખેલ મહાકુંભથી મારા જેવા કેટલાય ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્‍ઠ નાગરિકોને નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરવાની તક મળે છે. બ્રોન્‍ઝ મેડલ મેળવનાર ગોરધનભાઇની તસ્‍વીર.

(1:41 pm IST)