Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પોરબદરઃ ખેલ મહાકુંભના વિજેતા સાથે કલેકટરનો પરિસંવાદ

 પોરબંદર : સરકાર દ્વારા સંચાલિત જિલ્લા રમત સંકુલ ખાતે ભણવાની સાથે સાથે વિવિધ રમત- ગમત સાથે જોડાયેલા અને ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા ગોલ્‍ડ,સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડાલિસ્‍ટ વિજેતાઓ સાથે કલેકટર અશોક શર્માએ   પરિસંવાદ કર્યો હતો. જેમા રનર્સઅપ ટીમને પણ  પ્રોત્‍સાહન આપ્‍યું હતું.  કલેકટરે  રમતવીરોને   જણાવ્‍યું કે, ખેલ ક્ષેત્રે  આગળ વધવા માટે પૌષ્ટિક અને પૂરતો આહાર, રમતગમત શારિરીક માનસિક વિકાસ, ખેલદિલી અને ટીમવર્ક, અભ્‍યાસમાં પૂરતું ફોકસ, રમતગમત દ્વારા વ્‍યક્‍તિ ઘડતર, હરીફ ટીમ પાસેથી પણ કંઇક શીખવાની વળત્તિ વગેરે મુદ્દા પર વિસ્‍તળત માર્ગદર્શન આપેલ. ખેલાડીઓને પ્રમાણપત્ર પાઠવી ભવિષ્‍યમાં વધુ આગળ વધો તેવી શુભેચ્‍છા પાઠવી હતી તે તસ્‍વીર. 

(1:14 pm IST)