Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

મોરબીમાં મામાના ઘરે આવેલ ૭ વર્ષના પર્વનું અપહરણ

દુકાન પાસે રમતો મૂકી નાના ઘરે ટીફીન લેવા ગયા એ દરમિયાન દુકાનદાર રાજેશ જગોદરા બાળક પર્વને ઘુંટુ કપડા સિવડાવવાનું કહી બાઇકમાં બેસાડી અપહરણ કરી ગયો : પોલીસ અને ગ્રામ્‍યજનો દ્વારા અપહરણકાર અને બાળકની શોધખોળ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબી ઘુટું રોડ પર ઉમા રેસીડન્‍સીના ગેઇટ નજીક બાલાજી પાનની દુકાનદાર બાળકનું અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાતા જ પોલીસ દોડતી થઇ છે અને અપહરણ કારને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી છે તો પરિવારજનો પણ ચિંતિત થયા છે અને ગ્રામજનો સાથે મળીને બાળકની તપાસ ચલાવી રહ્યાછે

મળતી માહિતી મુજબᅠ મોરબીના ધુટુ રોડ પર ઉમા રેસીડેન્‍સીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયા (ઉ.૩૩) ના બહેન કુલ્‍પાબેન મોરબીના જુના ઘાટીલા ગામે સાસરે હોય છેલ્લા આશરે દસેક દિવસથી રાજેશભાઈના ઘરે આટો દેવા માટે તેના પુત્ર પર્વ (ઉ.૭) સાથે આવેલ હોય દરમિયાન ગત તા. ૩ ના સાંજના સુમારે રાજેશભાઈના પિતા પર્વને લઈને ઉમા રેસીડેન્‍સીના ગેઇટ પાસે આવેલ બાલાજી દુકાન પાસે રમાડવા માટે ગયેલ હોય દરમિયાન તેઓને સિક્‍યુરીટીમાં નોકરી પર જવાનું હોવાથી તે પર્વને બાલાજી દુકાન પાસે રમતો મુકીને ઘરે ટીફીન લેવા માટે ગયેલ હોય અને ટીફીન લઈને કારખાને જવા નીકળેલ અને રાજેશભાઈ પર્વને લેવા માટે બાલાજી દુકાન પાસે ગયેલ હોય તે વખતે બાલાજી દુકાનવાળા આરોપી રાજેશભાઈ ચંદુભાઈ જગોદરાના પત્‍ની પુજાબેન દુકાને હાજર હતા જેથી તેઓને પર્વ ક્‍યા ગયેલ તે બાબતે રાજેશભાઈ જોટાણીયા એ પૂછતા જણાવ્‍યું હતું કે પર્વ આરોપી રાજેશભાઈ જગોદરા મોટર સાઈકલમાં બેસાડીને ઘુટું કપડા સીવડાવવા જવાનું કહીને લઇ ગયેલ છે બાદમાં પર્વના પરિવારજનો દ્વારા તપાસ કરતા બાલાજી દુકાનવાળા રાજેશભાઈ જગોદરા પર્વને લઈને પરત ના ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે અને મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(12:13 pm IST)