Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જેતપુરમાં શ્‍વાનને નિર્દયતાથી પતાવી દેનાર ૩ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો

સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૪: શહેરમાં શ્‍વાનને નિર્દયતાથી પતાવી દેવા અંગેનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ પોલીસે શ્‍વાનને મારી નાખનાર ૩ અજાણ્‍યા ઇસમો સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શહેરમાં કોઇ અજાણ્‍યા ત્રણ શખ્‍સો લાકડાના ધોકા વડે શ્‍વાનને માર મારી ક્રુરતાપૂર્વક મારી નાખેલ હોવાનો વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતા શહેર પોલીસે વિડીયોની આધારે તપાસ કરતા સારણના પુલ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ત્રણ શખ્‍સોએ બે દિવસ પહેલા મારી નાખેલ હોવાનું માલુમ પડેલ જેને પાલીકાના કોન્‍ટ્રાકટરે ભાદર નદીના કાંઠે નાખી દીધેલ હોય જેથી શ્‍વાનની ક્રુરતાપૂર્વક મોત નીપજાવ્‍યાના ગુન્‍હા સબબ આઇપીસી ૪ર૮, ૧૧૪ મુજબ ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ફરીયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:49 pm IST)