Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

કામ કરવા બાબતે માતા - પિતાએ ઠપકો આપતા પુત્રનો આપઘાત : મોરબીના પાનેલીનો બનાવ

મોરબી પાસે સીરામીકમાં સીડી પરથી પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબી તાલુકાના રફાળેસ્‍વર પાનેલી રોડ પર રાણા ભુવાની મેલડી માંના મંદિરે ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મૃત્‍યુ નીપજયું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં પાવડીયારી મેલડી માતાજીના મંદિર નજીક ખાણમાં રહેતા પ્રવીણભાઈ નાગજીભાઈ ચારોલીયાના ૧૮ વર્ષના પુત્ર રાહુલને માતા-પિતા એ કામ કરવા બાબતે ઠપકો આપતા રાહુલને લાગી આવતા સાંજના સુમારે પોતાના ઘરેથી નીકળી ગયા બાદ પાનેલી રોડ પર રાણા ભુવાની મેલડી માં ના મંદિરે ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્‍યુ નીપજયું હતુજે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમામં મોરબીના લખધીરપુર રોડ પર ડોનાટો સિરામિકમાં રહીને કામ કરતા સનાતનભાઈ મોહનભાઈ માહાલી (ઉ.૪૦) ગત તા. ૨ ના રોજ પોતાના નાના દીકરા અનીલની તાવની દવા લઈને રૂમમાં આવ્‍યો હોય દરમિયાન ક્‍વાર્ટરની સીડીના પગથીયા પર ચડતા અચાનક ચક્કર આવતા સીડી પરથી પડી જતા માથમાં ઈજા થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો હોય જયાં સારવાર દરમિયાન મૃત્‍યુ નીપજયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)