Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

સોલડી ગામ પાસે તેલ ભરેલુ ટેન્‍કર પલ્‍ટી ખાઈ ગયુ

વઢવાણ, તા.૪: બનાવની વિગત એવી છેકે, શુક્રવારે સવારના સમયે કચ્‍છ તરફથી તેલ ભરીને આવી રહેલુ ટેન્‍કર સોલડી ગામ પાસે અચાનક પલ્‍ટી ખઇ ગયુ હતું. ટેન્‍કરને નડેલા આ અકસ્‍માતથી હાઈવે ઉપર તેલની રેલમ છેલ થઈ ગઇ હતી. નજીકમાં રહેતા અને ખેતરમાં વસવાટ કરતા લોકો તેલ ભરવા માટે વાસણો લઈને હાઈવે ઉપર ઉમટી પડયા હતા. લોકોએ હાથમાં આવ્‍યુ તે વાસણ ભરીને તેલ લઈ ગયા હતા. બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને લોકોને દુર ખદેડીને ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરાવ્‍યો હતો.

(12:08 pm IST)