Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પોરબંદરની સિવિલ હોસ્‍પીટલમાં એનેસ્‍થેટીક ડોકટરના અભાવે દર્દઓિ હેરાન : કોંગ્રેસ દ્વારા રજૂઆત

 પોરબંદર , તા. ૪ : સિવિલ હોસ્‍પીટલમાં એનેસ્‍થેટીક ડોકટરના અભાવે દર્દીઓને ઓપરેશનમાટે અઠવાડિયા પછીની મુદતો આપવાની માહિતી બહાર આવતા કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા આરોગ્‍ય મંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.

પોરબંદર નજીકના ઓડદર ગામે વાડી વિસ્‍તારમાં રહેતા ડફેર જાતિના વિનુ લાલજી ડફેર કોઈ કારણોસર પડી જતા પગના ભાગે તેમને ખુબ ગંભીર ઈજા થઇ હોવાથી સારવાર માટે તેઓને સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા છે ગત ગુરુવારે તેમને ઈજા થઇ હતી અને જેના કારણે તબીબોએ તપાસતા તેવું જણાવ્‍યું કે આ વિનુ ડફેરના પગનું ઓપરેશન કરવું પડશે.પરંતુ હોસ્‍પિટલમાં એનેસ્‍થેટીક ડોક્‍ટર નહી હોવાના કારણે અઠવાડિયા પછી શુક્રવારે તેનું ઓપરેશન થઇ શકશે તેમ જણાવતા આ યુવાન ચોકી ઉઠયો હતો.પરંતુ આર્થિક રીતે તેની પરિસ્‍થિતિ નબળી હોવાથી ફરજિયાતપણે સિવિલ હોસ્‍પિટલમાં જ સારવાર કરાવવી પડે તેમ હોવાથી તે ઓપરેશનની રાહ જોઈ રહ્યો છે. ે બનાવની જાણ થતા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટી અને પોરબંદર કૉંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા હોસ્‍પિટલે રૂબરૂ દોડી ગયા હતા અને તેના ખબર અંતર પૂછયા હતા અને તેણે એવું જણાવ્‍યું હતું કે,સરકારી હોસ્‍પિટલમાં તે ગત ગુરૂવારનો દાખલ થયો છે પરંતુ એનેસ્‍થેટીક ડોક્‍ટરના અભાવે આ રીતે હેરાન થઇ રહ્યો છે અને ઓપરેશન માટે વેઈટીંગમાં વારો આવે છે તેથી શકય હોય તો તાત્‍કાલિક ઓપરેશન કરી આપવા માંગ કરી હતી.

(12:06 pm IST)