Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વિંછીયામાં નવા પુલ ઉપરના ઉંડા ખાડા અને કડને રીપેર કરવા માંગણી

નાયબ કાર્યપાલક ઇજનેરને વિંછીયા તાલુકા ભાજપના પુર્વ મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાની રજુઆત

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા., ૪: વિંછીયા તાલુકા ભાજપના પુર્વ મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાએ ગોંડલ સ્‍ટેટ હાઇ-વેના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને પત્ર પાઠવીને વિંછીયામાં ર નવા બનાવેલા પુલ  ઉપર ઉંડા ખાડા અને પુલની એક સામટી કડને રીપેર કરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે, વિંછીયા શહેરમાં (૧) ભડલી રોડથી બોટાદ જવાના રોડ ઉપરનો નવા પુલ ઉપર મોટા ખાડા પડી ગયેલ છે તેમાં લોખંડના સળીયા બહાર નીકળી ગયેલ છે. તે ખાડા બુરવામાં નહી આવે તો લોખંડના સળીયા વાહનના ટાયરમાં ગરી જવાથી હજારો રૂપીયાનો ખર્ચ વાહન માલીકોને ભોગવવાનો વારો આવે છે (ર) બગીચાના ખુણેથી જુના બસ સ્‍ટેન્‍ડના ખુણા ઉપર મોટી કડ પડી ગયેલ હોવાી ટુવ્‍હીલર વાળા અવાર-નવાર પડી જાય છે. અને તેમની જાનને જોખમ રહેલ છે.

ઉપરોકત બાબતે તાત્‍કાલીક બન્ને પુલ ઉપર ખાડા અને કડ બુરવામાં નહિ આવે તો બન્ને પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાડાઓને કારણે ગંભીર  અકસ્‍માત થવાનો ભય રહે છે.જેથી વાહન ચાલકોના હિત અને માનવતા ખાતર તાત્‍કાલીક ધોરણે સમારકામ કરવા માંગ કરી છે.

(12:49 pm IST)