Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

કલ્‍યાણપુરની પરિણીતા સાથે બળજબરીપૂર્વક પ્રેમ સંબંધ કેળવવા ધમકી

સોશિયલ મીડિયના મારફતે પરેશાન કરતા શખ્‍સ સામે ગુનો -

ખંભાળીયા,તા.૪ : કલ્‍યાણપુર પંથકની એક પરિણીત યુવતીને અવારનવાર પરેશાન કરી, સોશિયલ મીડિયા મારફતે બદનામ કરવા સબબ ધતુરિયા ગામના એક શખ્‍સ સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે કલ્‍યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતી એક પરણિત યુવતીને બદનામ કરવા તથા તેણીના પતિ સાથે છૂટાછેડા લેવડાવી લેવાના ઈરાદાથી કલ્‍યાણપુર તાલુકાના ધતુરીયા ગામનો ભસ્‍ત કનુભાઈ ભોચીયા નામનો શખ્‍સ અવાર-નવાર આ યુવતીને પ્રેમ સબંધ કેળવવા તેમજ શારીરિક સંબંધ હોવા અંગે મોબાઈલ ફોન મારફતે કોલીંગ ઉપરાંત વોટ્‍સએપ મેસેજ સહિતના સોશિયલ મીડિયા મારફતે માધ્‍યમથી પરેશાન કરતો હોવાનું જાહેર થયું છે.

 આટલું જ નહીં, આ યુવતીના ધ્‍માન બહાર તેણીના વિડીયો કોલના અશ્‍લીલ સ્‍ક્રીન શોટ લઈને ઉપરોક્‍ત શખ્‍સે પોતાના

મોબાઈલ ફોનના સ્‍ટેટસમાં રાખીને આવા ફોટા વાયરલ કરવા તેમજ મેસેજ મારફતે પરિણીતાને જો તેણી પોતાના પતિથી છૂટાછેડા નહીં લે તો તેણીનું અપહરણ કરીને લઈ જવા તેમજ તેણીના માતા-પિતાને હેરાન પરેશાન કરવાની ધમકી આપી, આરોપી શખ્‍સે જો આ યુવતી પોતાની સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

 આ સમગ્ર બનાવ અંગે કલ્‍યાણપુર પોલીસે ભોગ બનનાર પરિણીત યુવતીની ફરિયાદ પરથી ધતુરીયા ગામના ભસ્‍ત કનુભાઈ ભોચીયા સામે આઈ.પી.સી. કલમ ૩૫૪, ૨૯૨, ૫૦૦, ૫૦૬ (૨) તેમજ આઇ.ટી. એક્‍ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.બી. યાજ્ઞિક દ્વારા હાથ ધરવામાં આવી છે.

 જુગાર રમતાં ત્રણ શખસો ઝડપાયા

ખંભાળિયા વિસ્‍તારમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સાબુદી માટે અહીંના ઈન્‍ચાર્જ પી.આઈ. કે.એન. ઠાકરીયાની સૂચના મુજબ સ્‍થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ જુગાર રમવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી સર્વેલન્‍સ સ્‍ટાફના યોગરાજસિંહ ઝાલા તથા હેડ કોન્‍સ્‍ટેબલ જેસાભાઈ પરમારને મળતા કેશોદ ગામના અબોટી પાળા વિસ્‍તારમાં જુગાર દરોડો પાડવામાં આવ્‍યો હતો.

આ સ્‍થળેથી પોલીસે શહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ભરત લખમણ નંદાણીયા, દુદા હાજા ટોયટા અને ડાડુ માલદે કંડોરીયા નામના ત્રણ શખ્‍સોને રૂપિયા ૧૦,૬૪૦ રોકડા તથા બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૬,૧૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

 પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

ખંભાળિયાના નગર ગેઈટ વિસ્‍તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં બજાજ પલ્‍સર મોટર સાયકલ પર નિકળેલા પોરબંદર તાલુકાના કિંદરખેડા બસ સ્‍ટેશન પાસે રહેતા કિરણ બાલુભાઈ સોલંકી નામના ૨૭ વર્ષના શખ્‍સને પોલીસે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.

ભાણવડ તાલુકાના ઢેબર ગામ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા પોરબંદર તાલુકાના સીમર ગામ ખાતે રહેતા વિનોદ માલદે મોઢવાડિયા (ઉ.વ. ૨૧)ને પોલીસે રૂપિયા ૧૦ હજારની કિંમતના સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ પર ઝડપી લીધો હતો.

કલ્‍યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા દેવરામ લાધા કણજારીયાને લીંબડી નજીકના હાઈવે માર્ગ પરથી કેફી પીણું પીધેલી હાલતમાં ટીવીએસ મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.

(11:59 am IST)