Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

આજે સાંઈરામ દવે લીખીત ‘અમારૂં અમરેલી' ગીત રીલીઝઃ સર્વપ્રથમવાર કોઈ શહેરનું ગીત અર્પણ

ગાયક વિમલ મહેતા અને સાંઈરામ દવેઃ રાહુલ મુંજારીયાનું સંગીત

રાજકોટઃ આજે તા.૪ના શનિવારે અમરેલીના કમાણી ફોરવર્ડ સ્‍કૂલના મેદાન પર રમત- ગમત અને યુવક સાંસ્‍કૃતિક વિભાગ દ્વારા ક્રાંતિવીરોનો મેગા મ્‍યુઝિકલી ડ્રામા ‘વીરાંજતિ' કાર્યક્રમ રજૂ થનાર છે.
આજે કાર્યક્રમમાં સાંઈરામ દવે લીખીત ‘અમારૂં અમરેલી' ગીત પ્રસ્‍તુત થશે. જેમાં અમરેલીના જ પ્રસિધ્‍ધ ગાયક વિમલ મહેતાએ તથા સાંઈરામ દવેએ કંઠ આપ્‍યો છે. અમદાવાદના સંગીતકાર રાહુલ મુંજારીયાએ જે ગીતને સંગીત આપ્‍યું છે.
આ તકે નોંધનીય છે કે સાંઈરામ દવેએ પોતાનો શૈક્ષણિક અભ્‍યાસ અમરેલીમાં કર્યો છે. પોતાની પ્રારંભિક કારકીર્દિના શ્રીગણેશ અમરેલી શહેરથી શરૂ થયા હોય સાંઈરામે આ ગીત અમરેલીને ભેટ ધર્યુ છે. અમરેલીની વિભૂતિઓ સાથે જોવા લાયક તથા ઐતહાસિક સ્‍થળોનું સુંદર વર્ણન કરતું આ ગીત ચાહકોને ખુબ ગમશે. ‘અમારૂં અમરેલી' ગીત હૃદયસ્‍થ પ્રતાપ પંડયા અને મનિષાબેન પંડયાના સહયોગથી બનાવાયું છે. સાંઈરામ દવે ઓફિશ્‍યલ તથા વિમલ મહેતા યુ-ટયુબ ચેનલ પર આ ગીત રાત્રે આઠ કલાકે રજૂ થશે.
ખૂબ જ નયનરમ્‍ય વિડીયોગ્રાફી અને એડીટીંગ સાથે ‘અમારૂ અમરેલી' ગીત ચાહકોને ખુબ ગમશે તેવી શ્રધ્‍ધા છે. કોઈ શહેરને અર્પણ કરાતું આ ગુજરાતનું સૌપ્રથમ ગીત હોય સાંઈરામ દવે તથા વિમલ મહેતા પર શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે

 

(11:56 am IST)