Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

તાલુકામાં ૩૦.૫૦/ લાખની વીજચોરી

વઢવાણઃતાઃ ૪ પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર વી.જી.મારકણાં માર્ગદર્શન હેઠળ તેમજ પી.જી.વી.સી.એલ. ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર જે.બી.ઉપાધ્‍યાયની સુચનાથી કોર્પોરેટ વીજચેકિંગ ડ્રાઇવ દરમિયાન વિજીલન્‍સની  કુલ૩૫ ટીમો દ્વારા ધ્રાંગધ્રાં શહેર, પાટડી અને દસાડાના વિસ્‍તારમાંથી રહેણાંકના ૪૨૦ વીજજોડાણ, વાણિજયના ૫ ખેતીવાડીના ૫ વીજજોડાણ ચેક કરતાં ૭૮ વીજજોડાણમાં ગેરરીતિ જણાતા કુલ૩૦.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો.

ધ્રાંગધ્રા તાલુકામાં એક સાથે વિજીલન્‍સની કુલ ૩૫ ટીમો ત્રાટકતા કુલ ૩૦.૫૦ લાખના દંડ અપાતા વીજચોરોમાં  ફફડાટ ફેલાયેલ હતો. વધુમાં જણાવવામાં આવેલ છે કે વીજ ચોરીએ સામાજિક દુષણ છે તોને ડામવું જરૂરી છે અને વિજચોરીમાં ૩ વર્ષ સુધીની જેલની સજા તેમજ દંડની જોગવાઇ છે તેથી લોકોએ આ  સજામાંથી બચવા માટે વીજચોરી ન કરવી જોઇએ અને રાષ્‍ટ્ર તેમજ દેશના વિકાસમાં તેમનો પ્રત્‍યક્ષ/ અપ્રત્‍યક્ષ ફાળો આપવો જોઇએ.

(11:54 am IST)