Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ખંભાળિયા નજીક કામ કરી રહેલા સાઈટ સુપરવાઇઝરનું અકસ્‍માતે મોત

 ખંભાળિયા, તા. ૪ : દેવળિયા ગામ ખાતે ચાલી રહેલી એક સાઈટમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા દેવળિયા ગામના જીતેન્‍દ્રસિંહ નારુભા જાડેજા નામના યુવાન તેમની કામની સાઈટ પરથી અકસ્‍માતે નીચે નીચે પડી જતા તેમના શરીરમાં સેન્‍ટીંગના લોખંડના સળીયા ઘૂસી ગયા હતા. જેના કારણે તેમને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. ત્‍યાં સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

 આ બનાવની જાણ દિગ્‍વિજયસિંહ જીતેન્‍દ્રસિંહ જાડેજાએ ખંભાળિયા પોલીસને કરી છે. જેથી પોલીસે અકસ્‍માત મળત્‍યુ અંગે નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

 ગ્રામ્‍ય વિસ્‍તારના યુવાનનું અપમળત્‍યુ

 ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે રહેતા ખીમા દેવરખીભાઈ માડમના ૩૨ વર્ષના યુવાનની નાદુરસ્‍ત તબિયત વચ્‍ચે તેમને ખંભાળિયાની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સાસ્‍વાર માટે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નિપજ્‍યું હોવાની જાણ તેમના ભાઈ હેમતભાઈ દેવરખીભાઈ માડમએ અહીંની પોલીસને કરી છે.

(11:49 am IST)