Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

લખતરના ઢાંકી ગામે મંત્રીના આદેશ છતાં પાણી ન અપાયું: સરપંચની આંદોલનની ચીમકી

અધિકારીઓને ઢાંકી ગામ જઇ વિગતે અહેવાલ મેળવ્‍યો.

(:ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા.૪: લખતરનાં ઢાંકી ગામને વિઠ્ઠલગઢથી પાણી અપાતું હતું. પરંતુ તે  પુરતૂં ન હોવાથી સરપંચ પી.બી.મકવાણા અને સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મધુબેન મકવાણાએ જળસંપતી અને પાણીપુરવઠા મંત્રી રૂષિકેશ પટેલને લેખિત રજૂઆત કરી હતી.

જે અંતર્ગત તંત્રને એનસી૨ં૬ પમ્‍પિંગ સ્‍ટેશનમાંથી ગામને પાણી આપવા આદેશ અપાયોહતો. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતા સરપંચે જયાં સુધી પાણીના કનેકશન ન આપવામાં આવે ત્‍યાં સુધી ગાંધી ચિંધ્‍યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી. માત્ર ૧૫ કિમી દૂર હોવા છતાં પાણી ન અપાતા લોકોમાં રોષ જોવા મળ્‍યો હતો.જેને પગલે લખતર મામલતદાર જીે.એ.રાઠોડ, ટીડીઓ એચ.ટી.સાધુ અને પાણી પુરવઠા અધિકારી સમીક્ષા માટે ઢાંકી ગામ જઇ વિગતે અહેવાલ મેળવ્‍યો હતો.

(12:48 pm IST)