Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ઉના-ભાવનગર રોડ ઉપર અલગ-અલગ ર અકસ્‍માતોઃ કન્‍ટેઇનરના ચાલક સહિત ૪ને ઇજા

એસટીની લકઝરી બસ અને કન્‍ટેઇનર તેમજ ર બાઇક સામસામે અથડાયા

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૪: ઉના-ભાવનગર રોડ ઉપર અલગ અલગ ર અકસ્‍માતોમાં કન્‍ટેઇનરના ચાલક, બસના કંડકટર તથા ર બાઇક સવારોને ઇજા થઇ હતી.

વહેલી સવારે ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ઉનાથી ૧૨ કી.મી. દુર ગાંગડા ગામના બસ સ્‍ટેશન પાસે કૃષ્‍ણનગર-દિવ રૂટની ગુજરાત એસટી લકઝરી બસ નંબર જીએસ-૦૭-વાયઝેડ-૭ર૮પ ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી રોંગ સાઇડમાં બસ ચલાવી સામે વેરાવળથી પીપાવાવ તરફ મચ્‍છી ભરેલ કન્‍ટેન્‍ટર ટ્રક નંબર જીજે-૩ર૭-૧૭પ૪ વાળાને આગળના ભાગે જોરદાર ભટકાતા કન્‍ટેનરની કેબીનનો ભુક્કો બોલી ગયો હતો. કન્‍ટેનર ચાલક શશીકાન્‍ત રાજેન્‍દ્ર પાસવાન ઉ.વ.૩૦ રે. કુમરાવ ઉર્ફે ગાજીપુર ઉતર પ્રદેશ વાળાને બને પગમાં ફેકચર તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા લોકોએ કેબીનમાંથી મહામહેનતે બહાર કાઢી ઉના દવાખાને સારવાર માટે લાવેલ છે.

ઉના પોલીસમાં એસટી લકઝરી બસ ચાલક સામે અકસ્‍માત કરી ગંભીર ઇજાની ફરીયાદ દાખલ કરી છે અને એસટી બસમાં બેઠેલ મુસાફરો અને બસના કંડકટરને પણ ઇજા થતા દવાખાને સારવાર માટે ખસેડેલ છે.

ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ઉનાથી ૩ કિ.મી. દુર હરભોલે  હોટલ આગળ ઉનાના પ્રતિકભાઇ નંદલાલભાઇ વાજા (ઉ.વ.૨૦)વાળા તેમની મોટર સાયકલ યામાહા જીજે-૩ર-૧-૪૬૯૩ વાળાએ પુરઝડપે બેદરકારીથી પ્રતિકભાઇના મોટર સાયકલ સાથે ભટકાવતા રોડ ઉપર પડી જતા તેમને માથામાં કાનમાં આંખમાં, જમણા હાથમાં ફેકચર લાવી ગંભીર ઇજા કરેલ અને પાછળ બેઠેલ સિધાંત ભાઇને પણ ઇજા થતા સારવાર માટે ઉના દવાખાને લાવેલ ઉના પોલીસમાં મોટર સાયકલ ચાલક સામે અકસ્‍માત કરી ગંભીર ઇજા કરી ગુનો કર્યાની ફરીયાદ નોંધાવી છે.

(12:46 pm IST)