Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અલંગ જહાજ વાડામાં જહાજ કટિંગ કરતા બે દિવસમાં બે શ્રમિકોના મોત

 (વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરતા.૪  : ભાવનગર નજીકના અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ હજારો લોકો માટે આજીવિકા નું સાધન પણ છે.તો બીજી તરફ ભૂતકાળમાં ન્‍યાયપાલિકામા આજ શિપ બ્રેકીંગ યાર્ડ મજૂરો માટે કબ્રસ્‍તાન પણ હોવાના શબ્‍દો સાંભળવા મળ્‍યા હતા.છેલ્લા બે દિવસ મા બે મજૂરો બે ટંક નો રોટલો રળવા માટે મોત ને ભેટયા ની ઘટના એ મજૂર વર્ગમા ચકચાર ફેલાવી છે.

બનાવ અંગે તળાજા રેફરલ હોસ્‍પિટલ અને મરીન પોલીસ પાસેથી અકસ્‍માત એ મોત ની જાણવા મળતી વિગતો મા ગઈકાલ સવારે ૮.૩૦ ના સુમારે પ્‍લોટ નં.૭૭ માં મજૂરી કામ કરી રહેલ લોરીક હંસરાજ પાસવાન પર લોખંડ ની પ્‍લેટ પડતા મોત નીપજ્‍યું હતું.

જયારે આજે બટુકભાઈ પટેલ ના પ્‍લોટ નં.૯ મા બપોર બાદ પાંચેક વાગ્‍યા ના અરસામાં બત્તી ચલાવતા મજૂર પર અકસ્‍માત એ ધાતુનો મોટો ટુકડો પડતા ગંભીર ઇજાઓ થવાના કારણે મજૂર પુનકા બૈઠા નું મોત થયું હતું.બે દિવસમા બે પરપ્રાંંતીય મજૂરો ના મોત થયા છે.મોત અકસ્‍માતે થયા છે.પરંતુ તેઓને જહાજ કટિંગ અને પ્‍લોટ માં મજૂરી કરવાની પૂરતી તાલીમ અને સુરક્ષા ના સાધનો ફેરવાવવા મા આવ્‍યા હતા કે કેમ તેવા અનેક સવાલો જાણકાર સૂત્રો દ્વારા ઉઠાવવા મા આવ્‍યા હતા.

અલંગ મરીન પોલીસ દ્વારા બંને અકસ્‍માતે મોતઅંગે ની તપાસ કરવામાં આવશે.

(11:45 am IST)