Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધજાળા પાસે પોણા બે લાખનો દારૂ ઝડપાયો

વઢવાણ, તા.૪: ધજાળા પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ શ્રી ઝેડ.એલ.ઓડેદરા  પ્રોહી જુગાર તથા નાસતા ફરતા આરોપી તેમજ અનડીટેક ઘરફોડ તથા વાહન ચોરી ના ગુન્‍હાઓ શોધી કાઢવા આપેલ સુચના- અનુસાર ધજાળા પોલીસ ટીમ દ્વારા ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ જે દરમ્‍યાન ધજાળા પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ શ્રી ઝેડ.એલ.ઓડેદરા તથા પોલીસ ટીમ દ્વારા હકીકત મેળવેલ કે, ધાંધલપુર ટીટોડા રોડ ઉપરથી એક મારૂતિ સ્‍વીફટ ગાડી નંબર જીજે-૦૨-બીએચ-૩૭૩૧ વાળીમાં પાસપમ્‍મટ વગર વિદેશી દારૂનો જથ્‍થો ભરી નીકળનાર છે. જે કિકત આધારે ધજાળા પોલીસ ટીમ વોચ મા હતી.

તે દરમાન  ગાડી ધાંધલપુર ટીટોડા રહે.ડીસા રોડ ઉપર આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી પકડી પાડી આરોપી તેજમલ ઇશ્વરભાઇ સોલંકી ઉવ.૩૧ કોલ્‍ડ સ્‍ટોરેજની સામે રીજમેન્‍ટ તા.ડીસા જી.બનાસકાઠા વાળાને પકડી પાડી સદરહુ ગાડીમાથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૯૮ કિ.રૂ.૧,૮૧,૨૦૦/ મારૂતી સ્‍વીફટ ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ મળી કુલ મુદામાલ રૂ.૪,૮૬,૨૦૦/નો મુદામાલ સાથે પકડી પાડેલ છે. મજકુર ઇસમ વિરૂધ્‍ધ ધજાળા પો.સ્‍ટે.માં પ્રોહી ધારા હેઠળ ગુન્‍હો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(૧) પો.સબ.ઇન્‍સ ઝેડ.એલ.ઓડેદરા,  તથા એ.એસ.આઇ રણછોડભાઇ ડી.ભરવાડ તથા એ.એસ.આઇ.દોલાભાઇ વી.ડાંગર તથા પો.કોન્‍સ સંજયભાઇ વી.ડાભી તથા પો.કોન્‍સ ભરતભાઇ જે.જીડીયા તથા પો.કોન્‍સ હિતેશભાઇ વી.જીડીયા એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો પકડી પ્રોહીબીનનો સફળ કવોલીટી કેશ શોધી કાઢેલ છે.

(11:43 am IST)