Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

નવાણીયા ગામે રપ હજારનો દારૂ કબ્‍જે

વઢવાણઃ એલ.સી.બી. ટીમ દ્વારા મુળી પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન હકીકત મેળવેલ કે, પુષ્‍પરાજ પૃથ્‍વીરાજસિંહ પરમાર રહે. નવાણીયા તા. મુળી વાળો પોતાના કબ્‍જા ભોગવટાની નંબર પ્‍લેટ વગરની ગ્રે કલરની વોકસવેગન પોલો ગાડીમાં ગે. કા. પાસ પરમીટ વગર વિદેશી દારૂનો જથ્‍થો ભરી ગાડી સાથે નવાણીયા ગામે હાજર છે અને વિદેશી દારૂની હેરાફેરી કરનાર છે. જે હકીકત આધારે છાપો મારતા એલ્‍યુમીનીયમના ટીન નંગ-રપ૧ કિ. રૂ. રપ,૧૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કી. રૂ. પ,૦૦૦/- મળી કુલ રૂ. ર,૩૦,૧૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્‍યાન નાસી જતા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એલ.સી.બી. ટીમ સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ. ડી. ચૌધરી તથા પો. સબ ઇન્‍સ. વી. આર. જાડેજા તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા જુવાનસિંહ મનુભા તથા પો. હેડ કોન્‍સ. અમરકુમાર કનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા અનિરૂધ્‍ધસિંહ અભેસંગભા તથા અશ્‍વિનભાઇ ઠારણભાઇ જયેન્‍દ્રસિંહ જેઠીભા તથા પો. કોન્‍સ. સંજયભાઇ પ્રવિણભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:42 am IST)