Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

શ્રી સોમનાથ મહાદેવ મંદિરના શિખરથી ભૂમિતળ સુધીનું કલરકામ ગતિમાં : ૨ મહિનામાં પૂર્ણ થશે

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય) પ્રભાસ પાટણ તા. ૪ : ભારત બાર જ્‍યોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવના મંદિરને શિખરથી ભૂમિતળ સુધી કલર કામ કરવાનું કામ ગતિમાં છે.

સોમનાથ ટ્રસ્‍ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્‍યું કે, સોમનાથ મહાદેવનું વર્તમાન મંદિરની ઊંચાઇ ભૂમિતળથી શિખર સુધી ૧૫૫ ફુટ છે. આ મંદિર દરિયાકાંઠે આવેલ હોઇ તેની ખારાશ, આબોહવાથી રક્ષણ અને સમયાંતરે સ્‍થાપ્‍તયની આસ્‍થા આવરદા અને આકર્ષણ મૂળ સ્‍વરૂપે જળવાઇ રહે તે માટે શિખરથી ભૂમિતળ સુધી કલર કામ કરાતું હોય છે.

આ માટે રૂપિયા એક કરોડથી વધુ રકમના ખર્ચે સમગ્ર મંદિરને કેમીકલ વોશ કરી સફેદ પ્રાઇમર લગાડી એન્‍ટીફંગશ પીસ્‍તા કલર એટલે કે હાલ મંદિરને લગાડાયેલ છે. તેવો જ નવેસરથી કલર લગાડવાનું કામ ચાલુ છે જે અંદાજે બે માસમાં પુરૂં થશે. આ અગાઉ વર્ષ ૨૦૧૨, ૨૦૧૭માં આ રીતનો નવો કાયાકલ્‍પ - રંગરૂપ અપાયેલ. મંદિર સમુદ્રકાંઠે આવેલ હોવાથી દર પાંચ - સાત વરસે આ પ્રોસેસ જરૂરી બને છે કે જેથી સ્‍થાપત્‍યની આવરદા - લુક - આર્કષણ અને પ્રાચીન પરંપરાથી સ્‍થાપત્‍ય જાળવણી ભાવિકોની શ્રધ્‍ધા અનુરૂપ રહે છે.

(12:45 pm IST)