Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.ના દર્શન - વંદનનો લાભ લેતા ડો. ભરતભાઇ બોઘરા

કાલાવડ ખાતે ગોંડલ સંપ્રદાયના

રાજકોટ તા. ૪ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્‍ય સદગુરુદેવ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબનાં દર્શન, વંદન અને આશિર્વાદ અર્થે કાલાવડ (શિતલા) ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરાᅠ પધારેલ. જગવિખ્‍યાત શિતલામાતા તથા બ્રહ્મચારેશ્વર મહાદેવના દર્શન કરેલ. આ પ્રસંગે કાલાવડ જૈન સમાજના પ્રમુખ તથા કાલાવડ નગરપાલિકાના ભુતપૂર્વ પ્રમુખᅠપી સી.મહેતા તથા કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોધરાનુ સાલ, મોતીની માળા દ્વારા સન્‍માન કરેલ. કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા, જૈન નગરસેવક મુકેશભાઈ મહેતાᅠ આદિ ઉપસ્‍થિત રહેલ. સદગુરુદેવે રાષ્ટ્ર અને રાજયની ઉન્નતિનાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાઓ તેવા તેમને આશીર્વાદ પાઠવેલ.

(12:15 pm IST)