Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વેજલકા પાસે બોલેરો ઉંધી વળી જતા ત્રણના મોત

લીંબડી - રાણપુર રોડ ઉપર ગોઝારો અકસ્‍માત : ડ્રાઇવરે સ્‍ટેયરીંગ પરનો કાબૂ ગૂમાવ્‍યો : બેને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ : લીંબડી - રાણપુર રોડ ઉપર આવેલા વેજલકા ગામ નજીક બોલેરો પીકપ કાર પલટી ખાઇ જવા પામી છે જેને લઇને ઘટનાસ્‍થળે જ ત્રણ લોકોના મોત નિપજયા પામ્‍યા છે જેમાં ઘટનાસ્‍થળે જ પુરૂષો અને એક નાના બાળકનું મોત નિપજવા પામ્‍યું છે. જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી છે કારણ કે જિલ્લામાં વધુ એક અકસ્‍માતે ત્રણ લોકોના ભોગ લઈ લીધા છે.

લીંબડીથી રાણપુર સ્‍ટેશનરી ભરી અને બોલેરો પીકઅપ કારમાં વહેલી સવારે જઇ રહ્યા હતા તે સમયે અચાનક ડ્રાઈવર દ્વારા સ્‍ટેયરિંગ પર કાબૂ ગુમાવતા બોલેરો પીકપ કાર પલટી ખાઇ જવા પામી હતી ત્‍યારે આ કાર પલટી ખાઈ જતા બાજુમાં આવેલી ખાડમાં બોલેરો પીકઅપ હતી.જેને લઇને કારમાં સવાર છ પૈકી ત્રણ લોકોના ઘટનાસ્‍થળે જ મોત નિપજયા છે અને બે લોકોને ગંભીર ઈજાઓ થતા ચુડા સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે અને અન્‍ય એક વ્‍યક્‍તિનો આબાદ બચાવ થયો છે.

બનાવવાની જાણકારી ચુડા પોલીસને થતા તાત્‍કાલિક ધોરણે ચુડા પોલીસ ઘટનાસ્‍થળે દોડી ગઇ તેવા સંજોગોમાં મૃતકની ડેડબોડી બોલેરો પીકપ કારમાંથી બહાર કાઢી અને તાત્‍કાલિકપણે પીએમ માટે સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને તેમના પરિવારજનોને પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.જો કે અકસ્‍માત સર્જાયા બાદ લોકોના ટોળે ટોળા ઘટના સ્‍થળે ઉમટી પડયા છે અને સમગ્ર સ્‍ટેશનરી કે જે બોલેરો પીકપ કારમાં ભરી હતી તે પણ રોડ રસ્‍તાઓ ઉપર પથરાઇ જવા પામી છે.

આ અકસ્‍માતમાં એક બાળક અને બે પુરૂષોના મોત નિપજ્‍યા છે.

(10:58 am IST)