Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

કેશોદ રોટરી કલબ દ્વારા કોરોના કાળ દરમિયાન મૃત્‍યુ પામેલાઓના મોક્ષાર્થે કથા

ᅠ(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૪ :ᅠ રોટરી ક્‍લબ એ સમગ્ર વિશ્વમાં ૭ મુખ્‍ય ઉદેશ્‍ય સાથે કાર્ય કરતી સંસ્‍થા છે. સક્ષરતા અને પ્રાથમિક શિક્ષણ, કુપોષણ અને બાલ સ્‍વાસ્‍થ્‍ય, શાંતિ અને બંધુત્‍વ ભાઈચારો, મહામારી રોગ પ્રતિકારક સ્‍વાસ્‍થ્‍ય, પાણી સેનિટેશન અને હાઇજીન, સામાજિક અને આર્થિક ઉન્નતી, પર્યાવરણ રક્ષણ, સુધારણા પર કાર્ય કરે છે. રોટરી ક્‍લબ ઓફ કેશોદ છેલ્લા ૧૬ વર્ષથી કેશોદમાં કાર્યરત છે.ᅠ ᅠᅠ

કેશોદ રોટરી કલબ દ્વારા કોરોના સમયગાળામાં ગુમાવેલ સ્‍વજનો જે લોકો એ પીડા ભોગવી એ જાણે કે હાથ પણ ન લગાવી શક્‍યા હોય એવા આપ્તજનોને સાંત્‍વન સધિયારો આપવાના ભાગરૂપે કોરોના કાળ દરમ્‍યાન અવસાન પામેલ મૃતાત્‍માઓના મોક્ષાર્થે ભાગવત કથાનું તા. ૨ થી ૮ જુન સુધી બપોરે ૩થી સાંજે ૭ વાગ્‍યા સુધી જે.પ્રે.પટેલ સમાજ, આંબાવાડી ખાતે આયોજન કરેલછે.ᅠ

કેશોદ શહેરના તમામ એનજીઓ એક પ્‍લેટફોર્મ પર એક સુર એક સંકલ્‍પ સાથે ભાગવત સપ્તાહને સફળ બનાવી કારોનાગ્રસ્‍ત પરિવારોને હુંફ સાથે સ્‍નેહ સરવાણી સાથે જીવન મુલ્‍યો અને જીવનક્રમ પામી ફરી ઘટનાક્રમમાં ગોઠવાય એવા રોટરી ક્‍લબ ઓફ કેશોદના પ્રયાસોછે.ᅠ આ તકેᅠ ᅠકેશોદવાસીઓ પણ આ કાર્યને સમગ્ર સહકાર અને યોગદાન આપે એવી રોટરી કલબના સદસ્‍યોએ આશા વ્‍યકત કરેલ છે.

આ ભાગવત સપ્તાહના મુખ્‍ય યજમાન પદે દાસી જીવણ સત્‍સંગ મંડળ વતી પોરબંદર વિસ્‍તારના સાંસદ રમેશભાઈ ધડુક તથા સહ યજમાન તરીકે રો.હિતેષભાઈ ચનીયારા, અશોકભાઈ પિઠીયા અને હિરાભાઈ જોટવા(સુપાસી) રહેલ છે. તા. ૦૨/૦૬/૨૦૨૨ ના બપોરે ૨.૩૦ ના ભાગવત પોથીયાત્રા વૃજ ભુવન હવેલીથીᅠ રાજમાર્ગો પર ફરી જે.પ્રે.કડવા પટેલ સમાજ કથા સ્‍થળ પરᅠ વ્‍યાસા સ્‍થાનેથી સોંદરડાના યુવા વકતાશ્રીᅠ પ્રદિપભાઈ પંડયાએ પોતાની આગવી શૈલીમાં સંગિતની સુરાવલી સાથેᅠ કથાનો પ્રારંભ કરેલ હતો.ᅠ

જેમાં દરરોજ કથા શ્રવણ બાદ પ્રસાદની પણ રૂડી વ્‍યવસ્‍થા રોટરી ક્‍લબ ઓફ કેશોદ અને સહયોગીઓના સહકાર વડે કરવામાં આવેલ છે તથા રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરેલ છે.રોટરીના મુલ્‍યો અનુસાર ધર્મ સ્‍વાસ્‍થ્‍ય પર્યાવરણ શિક્ષણᅠ સંસ્‍કાર પણ જોડવામાં આવશે. જેમાં મુખત્‍વે તા. ૪ શનિવારના રાત્રે ૯ કલાકે લોકડાયરો, તા. ૫ રવીવાર ના સવારેᅠ ૯ થી ૧ સર્વ રોગ નિદાન કેમ્‍પ, તે જ દિવસે રાત્રે ધૂન મંડળ દ્વારા ધૂન, તા. ૭ મંગળવાર ના સવારે ૯ થી ૧૨ અને રાત્રે ૯ થી ૧૨ દરમિયાન બ્‍લડ ડોનેશન કેમ્‍પ સાથે રાત્રે ૯થી શ્રીનાથજીની ઝાંખી કાર્યક્ર્‌મનું આયોજન છે કથા દરમિયાન પ્રસંગોચિત્ત વિવિધ પ્રાગટ્‍ય, મહોત્‍સવ, ચરિત્ર, લીલા, દર્શન, જેવા ઉત્‍સવો દ્વારા ભાગવત મંગલમય પુનીત પ્રસંગોની ઉજવણી પરંપરાગત કરવામાં આવશે.

(10:57 am IST)