Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

કેશોદમાં ભારત વિકાસ પરિષદ અને આઝાદ કલબ આયોજીત સાયકલ રેલી

ᅠ(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૪ : વિશ્વ સાયકલ દિવસ...!!! આ દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા આઝાદ ક્‍લબ કેશોદ દ્વારા.....સાયકલ ચલાવો તંદુરસ્‍ત રહો.

સાયકલ ચલાવો પેટ્રોલ-ડીઝલ બચાવો... સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો... ના મુહિમ સાથે કેશોદ શહેરમાં એક સાઇકલ રેલીનું આયોજન કરવામા આવ્‍યું હતું. જે પ્રસંગે લગભગ ૯૦ થી ૯૫ જેટલા સાયકલ સવારોએ વિવિધ સ્‍લોગનના બોર્ડ અને વિશિષ્ટ ટોપી તેમજ ક્‍લબનો ખેસ પહેરી સાયકલના ગીતો અને સુત્રો સાથે સાયકલ રેલીમાં ભાગ લીધો હતો.આ રેલી શહેરના મુખ્‍ય માર્ગો પરથી નિકળી હતી.

વાહન તરીકે સૌથી સસ્‍તુ અને મહત્‍વનું સ્‍થાન ધરાવતી સાયકલ આજેᅠ ખુબ ઓછી દેખાય છે. સાયકલ સ્‍વાસ્‍થ્‍ય જાળવવા માટે ખુબ ઉપયોગી છે. પર્યાવરણ બચાવવામાં તથા પેટ્રોલ-ડીઝલની બચત કરી વિદેશી હુંડિયામણ પણ બચાવે છે.પરંતું ટેકનોલોજીના વિકાસ સાથે બદલાતા જતા જીવનધોરણમાં સાયકલᅠ ખોવાઇ રહી છે.....! શાંતિ માટેની દોડમાં અવિરત દોડતા માણસ પાસેᅠ સમયની તંગી પડી અને પેટ્રોલ ડિઝલના વાહનોથી ઝડપથી મુસાફરી કરવાનું સ્‍વીકાર્યું છે . પરિણામે સાયકલ અને કસરત ભુલાઈ જતાં માણસ આજે સ્‍થૂળતા મેદસ્‍વિતા ડાયાબિટીસ કોલેસ્‍ટ્રોલ જેવા અનેક રોગોના ભોગ બને છે.ᅠ

બાળકો તો સાયકલ ચલાવે જ છે પરંતુ ૪૦ વર્ષ કરતાં વધુ ઉંમરના લોકો છે કે જેમને ખાસ કસરતᅠ કે સાઇકલ ચલાવવાની જરૂર છે.આવા લોકોને આ સાયકલ ક્‍લબમાં જોડાવા માટે ભારત વિકાસ પરિષદ ખાસ આવકારે છે.અને ખાસ જરુર હોય ત્‍યારે જ વાહન વાપરવું અન્‍યથાᅠ અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ તો સાયકલ ચલાવવી જ એવા પ્રણ સાથે આ ક્‍લબમાં જોડાવું જોઈએ.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ કેશોદના પ્રમુખ જગામાલ ભાઇ નંદાણીયા તેમજ સમગ્ર કેશોદ નગરજનોએ ભાગ લીધો હતો કાર્યક્રમના સંયોજકો ડો. સ્‍નેહલભાઈ તન્ના, દિનેશભાઈ કાનાબાર, જેન્‍તીભાઈ ધુળા આર.પી.સોલંકી, અર્જુનભાઇ પઘડાર,  ઋષીકેશ દવે, જીતેન્‍દ્રભાઈ ધોળકિયા તથા નિશાંતભાઈ પુરોહિત તેમજ સહભાગી તમામે ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી. ભારત વિકાસ પરિષદ ના સેક્રેટરી મહાવીરસિંહ જાડેજા દ્વારા કાર્યક્રમની સફળતા માટે શુભેચ્‍છા પાઠવી હતી.ᅠ વિજયભાઈ મહેતા, રાજુભાઈ ઠકરાર, સંદીપભાઈ ઠકરાર,ᅠ જેન્‍તીભાઈ ધુળાની સમ્‍યક સેવા સમિતિ દ્વારા પણᅠ સરબતની ખુબ જ સરસ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આᅠ સાયકલ યાત્રાના અંતે આઝાદ ક્‍લબ ખાતે આઝાદ ક્‍લબ પ્રમુખ હમીરસિંહજીᅠ વાળા તરફથી આઇસ્‍ક્રીમની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આઝાદ ક્‍લબના પ્રમુખ હમીરસિંહ વાળા, ટ્રસ્‍ટી દિનેશભાઈ કાનાબાર તેમજ પૂર્વ પ્રમુખ ડો.રાજેશભાઈ સાંગાણીનું મોમેન્‍ટ અર્પણ કરી સન્‍માનિત કર્યા હતા. સાયકલ ક્‍લબ દ્વારા દર શનિવારે સભ્‍યો એ કોઈ પણ કામ માટે સાયકલ વાપરવાનો આગ્રહ કર્યો છે.

(10:53 am IST)