Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા કારોબારીની બેઠક

અમરેલી, તા.૪: શનિવારના રોજ અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા કારોબારી ની બેઠક અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાશે  પ્રદેશ બક્ષીપંચ મોરચાની સુચનાથી પ્રદેશ અધ્‍યક્ષ  ઉદયભાઇ કાનગડ અને અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયાના માર્ગદશન અનુસાર અમરેલી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મંત્રી શ્રી મયુરભાઇ માજરીયા અને જીલ્લા પ્રભારી ગૌતમભાઇ ચૌહાણ ઉપસ્‍થિતિમાં રાખવામાં આવી છે. તેમજ સૌરાષ્‍ટ્ર બક્ષીપંચ મોરચાના ઇન્‍ચાર્જ અને પ્રદેશ બક્ષીપંચ  મોરચાના ઉપપ્રમુખ એવા આદરણીય શ્રી જે. કે. ચાવડાની વિશેષ ઉપસ્‍થિતિમાં તેમજ રાજુભાઇ ભુતૈયા પ્રમુખ અમરેલી જીલ્લા બક્ષીપંચ મોરચોની આગેવાની નીચે યોજાનાર છે તો જીલ્લા બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારો અને મંડલ પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓએ આ કારોબારી બેઠકમા બપોર પછી ૪:૩૦કલાકે તેમજ ઉપસ્‍થિત તમામ હોદ્દેદારો અને મહેમાનોને સાંજના ૮:૦૦ થી ૧૦ વાગ્‍યા સુધી આઝાદી કા અમ્રળત મહોત્‍સવ અંતર્ગત શહીદ અને  દેશ ભક્‍તિ ઉપર ‘વિરાજંલી'ના શો નુ આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમ માણવા માગતા કાર્યકર્તાઓએ ભોજન પુર્ણ કરી આ શોમાં જવા પણ આમંત્રણ આપવામાં આવ્‍યું છે તેમ અમરેલી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મીડિયા કન્‍વીનર હરેશ ટાંકની એક યાદીમાં જણાવામાં આવ્‍યું છે.

(10:37 am IST)