Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જસદણ મોઢ વણિક વિદ્યાર્થી ભવન રાજકોટમાં તમામ વણિક માટે પ્રવેશ કાર્યવાહી શરૂ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૪: શેઠ વાઘજીᅠ લક્ષ્મીદાસ તથા શેઠ ગોવિંદજી જેઠાભાઈ મોઢ વણિક વિધાર્થી ભવન, સંસ્‍થા રાજકોટ ખાતે મોઢ વણિક જ્ઞાતિના વિદ્યાર્થીઓᅠ ઉપરાંત ધોરણ ૧૧ કે તેથી ઉચ્‍ચ અભ્‍યાસ કરતા અન્‍યᅠ વણિક, વૈષ્‍ણવ જ્ઞાતિ, જૈન વણીક, સોરઠીયા વણિક, કપોળ વણિક, ખડાયતા વણિક સહિત તમામ વણિક એટલે કેᅠ (નવનાત) ના વિદ્યાર્થી ભાઇઓને પ્રવેશ આપવાનું નક્કી કરેલ છે. પ્રવેશ ઈચ્‍છુક વિદ્યાર્થી- વાલીઓએ ગૃહપતિᅠ જશવંતભાઈ મહેતા મોં. ૯૮૨૪૮૯૨૩૪૨, મોઢ વણિક વિદ્યાર્થી ભુવન,ᅠ રાજપૂત પરા, નંબર પાંચ, રાજકોટ ખાતે સંપર્ક કરવા યાદીમાં અનુરોધ કર્યો છે. મેનેજમેન્‍ટ દ્વારા તમામ વણિક નવનાતને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવતાᅠ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના વણિક વિદ્યાર્થીઓને રાજકોટ ખાતે અભ્‍યાસ માટે આ હોસ્‍ટેલ ઉપયોગી બનશે.

(10:27 am IST)