Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

હળવદમાં ચોરીની હેટ્રિક કરતા તસ્‍કરો

એક જગ્‍યાએ થી એલ્‍યુમિનિયમ સેક્‍સન, બીજી જગ્‍યાએ બોલેરો પિકઅપ ઉપાડી જવાની સાથે નવા માલણીયાદમાં સોનાના દાગીના ચોરાયા

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૪: તાલુકા મા તસ્‍કરો, લુખ્‍ખાઓ અને ગઠીયાઓએ બાનમાં લીધું હોય એમ બેફામ ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાંᅠ તસ્‍કરોએ ચોરીની હેટ્રિક નોંધાવી, સવા લાખ રૂપિયાના એલ્‍યુમિનિયમ સેક્‍સનની ચોરી કરવાની સાથે બોલેરો કાર હંકારી જવા ઉપરાંત નવા માલણીયાદ ગામે સોનાના દાગીના ચોરી ગયાનું સામે આવ્‍યું છે. બીજી તરફ હળવદ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે.

હળવદ તાલુકાᅠ માં ચોરીની હેટ્રિક અંગેની વિગતો જોઈએ તો પ્રથમ બનાવમાંᅠ વસંત પાર્ક જવાના રસ્‍તેથી મિહિરᅠ દિપકભાઈ રાવલની માલિકીની એચ.ડી.એલ્‍યુમનીયમ નામની દુકાનના શટર ઉંચકાવી એલ્‍યુમિનિયમની હેવી બારી તેમજ ભંગાર ભરેલા કોથળા સહિત કુલ રૂપિયા સવા લાખની માલમતાની ચોરી કરી જતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

જયારે બીજી ઘટનામાં હળવદમાં રહેતા શિવ એગ્રોના માલિક રાજુભાઇની માલિકીના વંડા બોલેરો પિક અપ વાહન પાર્ક થયેલી હોય મોઢે બુકાની બાંધીને આવેલા ગઠિયાએ વંડામાં ઘૂસે બોલેરો હંકારી જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.ᅠ ધોળે દિવસે બનેલી આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

આ ઉપરાંત ત્રીજી ઘટનામાં હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા જેરામભાઈ મગનભાઈ સુરેલાના ઘરમાં ઘુસી તસ્‍કરોએ તિજોરી તોડી સોનાના દાગીના ચોરી કરી ગયા હોવાનું સામે આવ્‍યું છે.

દરમિયાન હળવદ પોલીસને મહત્‍વપૂર્ણ સફળતા મળી હોવાનું અને ચોરીની ઘટનામાં સંડોવાયેલ હોવાનું મનાતા કેટલાક શકમંદોને ઉપાડી લેવામાં આવ્‍યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે

(10:23 am IST)