Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના આશીર્વાદ લેતા ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્‍યક્ષા નીમાબેન આચાર્ય

રાજકોટ, તા.૪:  રાજકોટ ખાતે ગુજરાત વિધાનસભા અધ્‍યક્ષા શ્રીમતિ નીમાબેન આચાર્ય રાષ્‍ટ્રસંત પૂજ્‍ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ ના આશીર્વાદ લેવા બેલાવીસ્‍ટા ખાતે આવેલ હતા. પુજ્‍ય ગુરૂદેવ સાથે જૈન શાશન સહીત ની અનેક ચર્ચા સાથે ઉપદેશ ગ્રહણ કરી ધન્‍યતા અનુભવેલ. પૂજ્‍ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ નુ આગામી ઐતિહાસીક ચાતુર્માસ કચ્‍છ માં હોય પધારવા આમંત્રણ પણ પાઠવેલ. આ પ્રસંગે કચ્‍છના ભવ્‍ય ચાતુર્માસનો જેમણે લાભ લીધો છે એવા મુળરાજભાઇ છેડા, જૈન અગ્રણી મયુર શાહ, હિતેનભાઇ મહેતા, અલ્‍પેશ મોદી, ભાવેશ શેઠ, હિતેન શેઠ, શેતુર દેશાઇ, જીમી શાહ, આતશ સંધાણી સહીતના શ્રાવકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:37 am IST)