Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અદાણી પોર્ટ મુન્દ્રા ના ફાયર ડિપાર્ટમેન્ટ તથા અદાણી ફાઉન્ડેશન અને અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ના સંકલન દ્વારા રીયલ હીરોઝ ના સન્માન માટે કાર્યક્રમ યોજાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪

 APSEZ ફાયર સર્વિસે અદાણી હાઉસ ખાતે અદાણી ફાઉન્ડેશન અને અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ના સંકલન દ્વારા રીયલ હીરોઝ (APSEZ ફાયર સર્વિસીસ - ફાયર ફાઈટર્સ)ના સન્માન સમારોહનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમ માં  મુખ્ય મહેમાન તરીકે  રક્ષિતભાઈ શાહ (એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, અદાણી પોર્ટ્સ) તથા પંકતિબેન શાહ (હેડ, અદાણી ફાઉન્ડેશન), શિવરામન એલવીસી (હેડ, OHSF -અદાણી પોર્ટ્સ) અને ગૌરાંગ ચુડાસમા (હેડ, લીકવીડ ટર્મિનલ - અદાણી પોર્ટ્સ)  હાજર રહ્યા હતા.

ભારત ના વડાપ્રધાન શ્રી ના સ્કિલ ઈન્ડિયાના વિઝન અંતર્ગત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ તરફથી ફાયર ફાઈટર જોબ રોલનું નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક લેવલ 5 પ્રમાણપત્ર મેળવનાર ફાયર ફાઈટર્સને આ પ્રોગ્રામ માં સન્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ પ્રમાણપત્ર મેળવવા માટે પ્રથમ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NSDC) ના પોર્ટલ પર નોંધણી કરવાની હોય છે. ત્યાર પછી અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી કરી ઓન લાઈન પરીક્ષા આપવાની હોય છે, આ પરીક્ષા  NSDC માન્ય મૂલ્યાંકન એજન્સી દ્વારા લેવામાં આવે છે અને NSDC માન્ય મૂલ્યાંકનકાર દ્વારા મૌખિક પરીક્ષા પણ લેવામાં આવે છે. આ પરીક્ષા  માં પાસિંગ માર્કસ 70% છે.

આ પરીક્ષા  માટે NSDC પોર્ટલમાં નોંધણી તથા સમગ્ર સંકલન કરણ ભટ્ટ (અદાણી સ્કિલ ડેવલપમેન્ટ) દ્વારા કરવામાં આવ્યુ હતું, તથા શ્રી રત્નદિપ ત્રિવેદી (ફાયર સર્વિસીસ) એ APSEZ ના  અગ્નિશામકોને અભ્યાસક્રમ મુજબ તાલીમ આપી હતી અને તેમને પરીક્ષા પાસ કરવા માટે સક્ષમ બનાવ્યા હતા

નાણાકીય વર્ષ 2020-21માં કુલ 44 ફાયર ફાયટરોએ પરીક્ષા આપી હતી અને તમામને પાસ જાહેર કરવામાં આવ્યા હતા.

નાણાકીય વર્ષ 2021-22માં કુલ 54 ફાયર ફાયટરોએ પરીક્ષામાં આપી હતી અને તમામને પાસ જાહેર કરવામાં આવ્યા હતા,

આમ અત્યાર સુધીમાં કુલ 98 ફાયર કર્મચારીઓને હવે ફાયર ફાઇટર NSQF લેવલ 5 ની નોકરીની ભૂમિકા માટે પ્રમાણિત કરવામાં આવ્યા છે.

આ પ્રમાણપત્ર ભારતમાં તેમજ વિદેશ માં પણ માન્ય છે,

આ પ્રમાણપત્ર કુશળ કાર્યકરો ને અપગ્રેડ કરી પ્રમાણિત કરે છે,

આ સર્ટિફિકેટ સાથે ભારત સરકાર દ્વારા ફ્રી માં કાયમી અપંગતા/મૃત્યુ માટે રૂ. બે લાખ નો વીમો ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે.

આ સર્ટિફિકેટ અગ્નિશામકની પ્રતિષ્ઠિત કુશળતા ધરાવતી વ્યક્તિને બિરદાવે છે   

આ પ્રસંગે શ્રી રક્ષિતભાઈ શાહે ફાયર ફાઈટર્સ ને આગળ વધવા પ્રેરક બળ આપ્યું હતું અને અધિકૃત થયેલા તમામ ફાયર ફાઇટરો ને બિરદાવ્યા હતા તથા હંમેશા સહયોગી કાર્યબળથી કાર્ય કરતા કાર્યકરો ને પ્રોત્સાહિત કાર્ય હતા. તથા રાકેશ ચતુર્વેદી એ પંકતિબેન શાહ અને કરણ ભટ્ટનો ખાસ આભાર માન્યો હતો

(9:45 am IST)