Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

માંડવી-મુંદ્રા મત વિસ્તારના નાગરિકોને રૂ. 120 કરોડથી વધુના કુલ 12 વિકાસકાર્યોની ભેટ આપતા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી

મુંદ્રા ખાતે 2.57 કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ કરાયું

 

ભુજ :ગુજરાત સરકારના માર્ગ, મકાન  મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે કચ્છ જિલ્લામાં માંડવી – મુંદ્રા વિસ્તારના વિવિધ રસ્તાઓ અને 5 પુલોના રૂ. 118.24 કરોડના ખર્ચે તેમજ 2.57 કરોડના ખર્ચે મુંદ્રા તાલુકાના નવનિર્મિત વિશ્રામગૃહના કામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

 માંડવી તાલુકામાં રૂ. 8 કરોડના ખર્ચે લુડવા-દરશડી-કોજાચોરા-પુનડી-ટુંબડી-રામણીયા રોડના વાઈડનીંગ અને સ્ટ્રેધનિંગની કામગીરી, રૂ. 9 કરોડના ખર્ચે માંડવીના દેઢીયા-કોટડી-બોહા રોડના વાઈડનીંગ અને સ્ટ્રેધનિંગની કામગીરી, રૂ.7.50 કરોડના ખર્ચે મુંદ્રા તાલુકામાં પ્રાગપર-મુંદ્રા પોર્ટ અસાયડ રોડની કામગીરી, રૂ. 2.80 કરોડના ખર્ચે મુંદ્રા –મુંદ્રા પોર્ટના રોડની કામગીરી, રૂ.1.60 કરોડના ખર્ચે આદિપુર-ભદ્રેશ્વર મુંદ્રા રોડની કામગીરી, રૂ. 7.62 કરોડના ખર્ચે મુંદ્રાથી મુંદ્રા બંદર રોડ પર મેજર બ્રિજની કામગીરી એમ કુલ 6 વિકાસકામોનું ભૂમિપૂજન રૂ. 36.52 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. મુંદ્રા તાલુકાના લુણી-ગુંદાલા-પત્રી-ટપ્પર-બાબીયા રોડ પર રૂ.16.32 કરોડના ખર્ચે મેજર બ્રિજ-કોઝવેની કામગીરી અને માંડવી તાલુકામાં રૂ.50.49 કરોડના ખર્ચે માંડવી-નલીયા રોડ પર માંડવી બાયપાસના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, 2.57 કરોડના ખર્ચે મુંદ્રા ખાતે નવીન વિશ્રામગૃહ, લાયજા ખાતે માંડવી નલીયા રોડ પર રૂ.7.75 કરોડના ખર્ચે મેજર બ્રિજ, રૂ.2.96 કરોડના ખર્ચે દુર્ગાપર-ભારાપર મેરૂ રોડ અને રૂ. 4.19 કરોડના ખર્ચે માંડવીના મકડા કોટડા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો આજે શાંતિ, સલામતી અને સુરક્ષાનો પર્યાય બન્યો છે. નડાબેટ સીમા દર્શનનો ઉલ્લેખ કરીને મંત્રીએ કહ્યું કે સરહદી જિલ્લાઓ પ્રવાસનની સાથે યુવાનોમાં દેશદાઝની ભાવનાને જગાવે એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.  સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરીને સરહદી જિલ્લા કચ્છમાં ઘૂસણખોરી અટકાવી છે. ભુજ-અમદાવાદ ફ્લાઈટનો ઉલ્લેખ કરી મંત્રીએ હર્ષભેર જણાવ્યું હતું  કે, આ ફ્લાઈટ શરૂ થવાથી કચ્છ હવે દુનિયાની સાથે કનેક્ટ થઈ ગયું છે. ક્નેક્ટિવિટી ઔદ્યોગિક એકમો અને નાગરિકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. દર મહિને મોનીટરીંગ કરીને સમગ્ર રાજ્યમાં અટવાયેલા કામોની સમીક્ષા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેના લીધે વિકાસકાર્યોમાં ઝડપ આવી છે. કોસ્ટલ હાઈવેના નિર્માણથી ટ્રાન્સપોર્ટેશનને વેગ મળ્યો છે જેને સીધો લાભ  ઔદ્યોગિક એકમોને મળી રહ્યો છે. દરિયાઈ માર્ગ હોય, બુલેટ ટ્રેન હોય, હવાઈ સેવા હોય કે પછી રેલવે સેવા હોય ગુજરાત ચાર પ્રકારની ક્નેક્ટિવિટીમાં મોખરે છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, સરહદી જિલ્લાઓના વિકાસની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તેના લીધે નાગરિકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે

 કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છમાં વિકાસની ગાથા સતત આગળ વધી રહી છે. લોકલાગણીને માન આપીને રાજ્ય સરકારે કચ્છને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ કચ્છની ચિંતા કરીને અનેક મુશ્કેલીઓમાંથી કચ્છને આજે બેઠું કર્યું છે. દેશના આર્થિક વિકાસમાં કચ્છ સતત સહભાગી થઈ રહ્યું છે તેનો શ્રેય માત્ર સરકારને જાય છે. કચ્છમાં  કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને કચ્છના ગામડાઓ મોટા શહેર જેવી સુવિધાઓથી સંપન્ન થયા છે. એક સમયે પાણી અને રોજગારીના પ્રશ્નોના લીધે લોકો કચ્છને છોડીને જતા હતા તેના કરતાં વધારે લોકો આજે કચ્છમાં આવીને રોજગારી મેળવી રહ્યા છે. કચ્છ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. સાંસદશ્રીએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો દરેક લોકોને લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, સરકારની સતત સક્રિયતાથી માંડવી અને મુંદ્રા વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. રાજ્ય સરકારના વિકાસકામોથી લોકોને રોજગારી પણ મળી રહી છે. રાજ્ય સરકારના સહકારથી કચ્છમાં પોર્ટનો વિકાસ થયો છે અને તેના સારા પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ.

આ કાર્યક્રમમાં માંડવી મુંદ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા, મુંદ્રા નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર અને ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર, મુંદ્રા નગરપાલિકા કારોબારી ચેરમેન ડાયાલાલભાઈ આહિર, મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખ રાણીબેન ચાવડા, મુંદ્રા તાલુકા ઉપપ્રમુખ રતનભાઈ ગઢવી, મુંદ્રા એપીએમસી ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય સર્વ વિરમભાઈ ગઢવી, શ્રીમતિ કૈલાસબા જાડેજા, શ્રીમતિ લક્ષ્મીબેન પાતરીયા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, મા.મ વર્તુળ અધિક્ષક ઈજનેર એ.જે.ચૌહાણ, મા.મ.પં. વિભાગ કાપાઈ વી.એન.વાઘેલા, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિક્ષક ઈજનેરઆર.એન.માથુર સહિત વિભાગના સંબંધિત અધિકારીઓઅગ્રણી સર્વે સુરેશભાઈ સંધાર, ચંદુભાઈ વાડીયા, માણશીભાઈ ગઢવી, દેવજીભાઈ પાતરીયા, વાલજીભાઈ ટાપરીયા, કુલદીપસિંહ જાડેજા, ચેતનભાઈ ચાવડા, છાયાબેન ગઢવી, રતનભાઈ ગઢવી, શક્તિસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ ક્રિષ્નાબેન દાફડા, વિશ્રામભાઈ ગઢવી, કિર્તીભાઈ ગોર, રવાભાઈ આહિર, પ્રણવભાઈ જોશી, પ્રકાશભાઈ પાટીદાર, પ્રકાશભાઈ ઠક્કર, ચાવડા ઝવેરબેન, ચંદુલાલ વાડિયા, કનુભા જાડેજા, રાણશીભાઈ ગઢવી, જીગરભાઈ છેડા સહિતના આગેવાનો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:12 am IST)