Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વાંકાનેર-સિંધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ ટ્રાફિકને અસર

7 જૂન ની ઓખા-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ રદ્દ

 રાજકોટ ડિવિઝનના વાંકાનેર-સિધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ વ્યવહારને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:• 07.06.2022 ની ટ્રેન નંબર 09523 ઓખા - દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ.

• 08.06.2022 ની ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલ્લા - ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો:

• 08.06.2022 ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ - ઓખા સૌરાષ્ટ્ર મેલ મુંબઈ સેન્ટ્રલથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.

• 09.06.2022 ની ટ્રેન નંબર 19252 ઓખા - સોમનાથ એક્સપ્રેસ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 30 મિનિટ મોડી ઉપડશે.

• 09.06.2022 ની ટ્રેન નંબર 12905 પોરબંદર - શાલીમાર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે.

• 07.06.2022 ની ટ્રેન નંબર 22906 શાલીમાર - પોરબંદર એક્સપ્રેસ શાલીમારથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાકે મોડી ઉપડશે.

• 08.06.2022 ની ટ્રેન નંબર 11464 જબલપુર - સોમનાથ એક્સપ્રેસ જબલપુરથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ઉપડશે.

• 09.6.22022 ની ટ્રેન નંબર 16333 વેરાવળ - તિરુવનંતપુરમ એક્સપ્રેસ વેરાવળ તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે.

• 09.06.2022 ની ટ્રેન નં.11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ સોમનાથથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે.

માર્ગ માં લેટ થનારી ટ્રેનો:

• 08.06.2022 ની ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

• 09.06.2022ની ટ્રેન નંબર 20913 રાજકોટ - દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

• 09.06.2022ની ટ્રેન નંબર 19218 વેરાવળ - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

• 09.06.2022ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.• 09.06.2022ની ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

અત્રે   ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

(12:46 pm IST)