Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

માળીયા મિંયાણાના અણીયારી ટોલનાકા પાસેથી ઈંગ્લિશ દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપાયો --મોરબી એલસીબી ટીમનો સપાટો રૂ.૩૨.૭૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો :રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડી રેલમછેલ કરવાનો કીમીયાનો પર્દાફાશ: કચ્છ તરફ લઈ જવાતો ઈંગ્લિશ દારૂનો મસમોટા જથ્થો

માળીયામિંયાણા હાઈવે ઉપર આવેલા અણીયારી ટોલનાકા પાસેથી રાજસ્થાનથી કચ્છ તરફ લઈ જવાતો ભુસાની આડમાં ઈંગ્લિશ દારૂ ભરેલા આઈસર ટેમ્પોને મોરબી એલસીબી ટીમે ઝડપીને સપાટો બોલાવ્યો છે માળીયા અમદાવાદ સ્ટેટ હાઈવે ઉપર આવેલા અણીયારી ટોલનાકા પાસેથી આઈસર ટેમ્પોમાં ભુસાની આડમાં છુપાવી રાજસ્થાનથી ગાંધીધામ તરફ લઈ જવાતો ઈંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો કચ્છ પહોંચે એ પહેલા મોરબી એલસીબી ટીમે અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લીધો હતો જેમાં ૧૧ હજાર બોટલથી વધુ દારૂની બોટલ અને ૪૦૦૦થી વધુ બીયરના ટીન અને ટ્રક સહીત કુલ રૂ.૩૨.૭૦ લાખના મુદમાલ સાથે એક આરોપીને દબોચી લીધો છે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અમદાવાદથી માળીયા સ્ટેટ હાઈવે પરથી પસાર થનાર આઈસર ગાડીમાં ભૂસાની આડમાં છુપાવી દારૂનો મસમોટો જથ્થો પસાર થવાનો હોય જે બાતમીને પગલે ટીમે માળીયા હળવદ હાઈવે પર વોચ ગોઠવી હતી જેથી હકીકત મુજબનો આઈસર ટ્રક પસાર થતા તેને રોકી તલાસી લેતા ઈગ્લિશ દારૂનો જંગી જથ્થો નજરે પડતા મોટી સફળતા મળી હતી પોલીસે આઈસર ગાડીમાંથી મેકડોવેલ્સ વ્હીસ્કી નાની મોટી બોટલ નંગ ૧૦,૫૩૬ કીમત રૂ ૨૦,૩૭,૦૦૦ રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૬૧૨ કીમત રૂ ૩,૧૮,૨૪૦ કિંગફિશર બિયર ટીન નંગ ૯૬૦ કીમત રૂ ૯૬,૦૦૦ અને ગોડફાધર બીયર ટીન નંગ ૩૧૨૦ કીમત રૂ ૩,૧૨,૦૦૦ તેમજ આઈસર ગાડી જીજે-૦૬-ઝેડઝેડ-૩૨૦૬ કીમત રૂ.૫,૦૦,૦૦૦ લાખ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને રોકડ રૂ ૨૬૬૦ મળીને કુલ રૂ.૩૨,૭૦,૯૦૦નો મુદામાલ જપ્ત કરી ટ્રક ચાલક આરોપી બળવંતસિંહ સોનારામ શાહુ રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તેમજ માલ મોકલનાર વિનોદ સિંધી રહે.વડોદરા અને માલ ભરાવી આપનાર માધુસિંગ રાજપૂત રહે.ઉદયપુર રાજસ્થાન વાળાના નામો ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

(11:44 pm IST)