Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સાવરકુંડલાની કાણકિયા આર્ટ્‍સ કોલેજનાં વિદ્યાર્થીઓની વ્‍હારે ચડતાં N.S.U.I. નાં કાર્યકરો

સાવરકુંડલા : કાણકિયા આર્ટસ  કોલેજમાં લાઇબ્રેરીમાં પુસ્‍તકો અને ન્‍યૂઝ પેપર વિદ્યાર્થીઓને વાંચવા મળતા ન હોય આ બાબતની જાણ  એન.એસ.યુ.આઈના ગુજરાત પ્રદેશ ઉપાધ્‍યક્ષ કેતનભાઇ ખુમાણ ને થતા આજરોજ કેતનભાઇ ખુમાણે એન.એસ. યુ .આઈ .ના કાર્યકરો સાથે કોલેજ પર દોડી જઈ કોલેજના અધિકારી ગણને ન્‍યૂઝ પેપર અને મેગેઝીનનોની ભેટ આપી કોલેજના વિદ્યાર્થીઓને લાઇબ્રેરી ફી ભરતા હોવા છતાં ન્‍યૂઝ પેપર અને મેગેઝીનો વાચવા મળતાં ન હોય નિયમિતપણે ન્‍યૂઝ પેપર અને મેગેઝીનો વાંચવા મળે તેવી વ્‍યવસ્‍થા કરવા અસરકારક રજૂઆત કરી હતી કેતનભાઇ ખુમાણ ની રજૂઆતથી કોલેજના વિદ્યાર્થીઓમાં લાઇબ્રેરીની સુવિધા મળતી થશે તેવી આશા જાગી છે.

 

(12:53 pm IST)