Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સિહોરમાં ટ્રક એક્‍ટિવા વચ્‍ચે અકસ્‍માતમાં મહિલાનુ મોત

ભાવનગર, તા.૪: શિહોરમાં આવેલ દવેની શેરીમાં રહેતા પાર્થભાઈ મહેશભાઈ સોલંકીના પત્‍ની ભૂમિબેન અને બહેન ખુશ્‍બુબેન સિહોરના સ્‍ટેશન રોડ પર ખરીદી માટે ગયા હતા અને ખરીદી કરીને તેમના એકટીવા સ્‍કૂટર નં.જી.જે.૦૪ ૪૫૩૯ લઈને ઘરે પરત આવી રહ્યા હતા ત્‍યારે સિહોરના વડલા ચોક પાસે ટ્રક નં.જી.જે.૦૪ એ.ડબલ્‍યુ ૨૨૯૮ સાથે અકસ્‍માત થતાં ભૂમિબેન અને ખુશ્‍બુબેનને ઇજા થતા બંનેને સારવાર અર્થે શિહોરની સરકારી હોસ્‍પિટલ લઈ જવાયા હતા,જ્‍યાં ફરજ પરના તબીબે ભૂમિબેનને તપાસી મળત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે પાર્થભાઈ સોલંકીએ ટ્રકના ચાલક ધીરુભાઈ કુવાડીયા રહે. શિહોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:52 am IST)