Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

પોરબંદરના બળેજના ઉપસરપંચપદેથી રામ હરદાસભાઇ પરમાર બરતરફ

ગ્રામ પંચાયતના સભ્‍ય તરીકે ચાલુ રહેશેઃ ત્રણેક માસ પહેલા સ્‍ટ્રીટ લાઇટની ફરીયાદ કરવા અરજદારે ફોન કરતા ઉપસરપંચે ગાળો આપીને ધમકી આપતા ગુન્‍હો નોંધાયેલ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :.. તાલુકાના બળેજના ઉપસરપંચે  રામ હરદાસભાઇ પરમારે ફોન ઉપર બંધ સ્‍ટ્રીટ લાઇટની ફરીયાદ કરનાર અરજદારને ગાળો  આપીને ધમકી આપવાના આરોપસર રામ હરદાસભાઇ સામે ગુન્‍હો નોંધાયેલ છે.

જેના પગલે રામ હરદાસભાઇ પરમારને તેના ઉપસરપંચપદેથી બરતરફ કરવામાં આવેલ છે. તેઓ ગ્રામ પંચાયતના સભ્‍યપદે ચાલુ રહેશે.

પોરબંદરના બળેજના રામ હરદાસભાઇ પરમારને તેના ઉપસરપંચપદના હોદા ઉપરથી ઇન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એન. એલ. સાધુએ બરતરફ કરવાનો હુકમ કર્યો છે.

ત્રણેક માસ પહેલા ઉપસરપંચ રામ હરદાસભાઇ પરમારે ફોન ઉપર બંધ સ્‍ટ્રીટ લાઇટની ફરીયાદ કરનાર અરજદાર બળેજના કાળાભાઇ જીવાભાઇને ગાળો આપીને ધમકી આપેલ હતી. જે અંગે ઉપસરપંચ રામ હરદાસભાઇ સામે પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાતા જેના પગલે રામ હરદાસભાઇને તેના ઉપરસપંચપદેથી દુર કરવામાં આવ્‍યા છે તેઓ ગ્રામ પંચાયતના સભ્‍યપદે ચાલુ  રહેશે.

(1:54 pm IST)