Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

આર્થીક સંકડામણના કારણે ગળાફાંસો ખાઈને યુવકનો આપઘાત


(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩:  અહીં મહાપ્રભુજીની બેઠક પાસે, શાલુપીરની દર્ગી પાસે, જામનગરમાં રહેતા અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ પરમાર, ઉ.વ.૪ર એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર-પ-ર૦રરના આ કામે મરણજનાર નિલેશભાઈ દામજીભાઈ કછટીયા, ઉ.વ.૩પ, રે. રાધીકા સ્‍કુલની બાજુમાં, શંતોજા સોસાયટી, જામનગરવાળા એ ફાઈનાન્‍સ માથી હોમ લોન લીધેલ હોય અને આર્થીક પરિસ્‍થિતી સારી ન હોય જેથી આર્થીક સંકડામણના કારણે કંટાળી જઈ પોતાના ઘરે પોતાની જાતે છતના પંખામાં સાળી વડે ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.
જુગાર રમતા પાંચ ઝડપાયા
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિરેનભાઈ માંડાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-પ-ર૦રરના એકડે એક બાપુની દરગાહ તરફ જતા રોડ પર ઈટના ભઠ્ઠા પાસે રોડ ઉપર, જામનગરમાં આરોપીઓ જુનશભાઈ જુસબભાઈ લંઘા, રફીકભાઈ ઉમરભાઈ આધિયા, ઈકબાલભાઈ ગફારભાઈ જામ, ઈકબાલભાઈ મુસાભાઈ ફકીર, યુનુશભાઈ ઈસ્‍માઈલભાઈ નાઈ, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોડકા રૂ.૧૦ર૧૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
બોલેરો પીકઅપ વાહને હડફેટે લેતા મોત
પંચકોષી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં પ્રવિણભાઈ રાજુભાઈ ગોહિલ, ઉ.વ.ર૬, રે. સીયાણીની પોલ ભીલવાસ નાકે, વઢવાણ, જિ.સુરેન્‍દ્રનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-પ-ર૦રરના ફલ્લા ગામે કંકાવટી કેનાલની પાસે ફરીયાદી પ્રવિણભાઈનું વાહન પીકઅપ બોલેરો આરોપી રાજાભાઈ ગાંડાભાઈ મકવાણા એ પુરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી મરણજનાર તુષારભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા મૃત્‍યુ નિપજાવી તેમજ અન્‍ય સાહેદોને શરીરે નાની-મોટી ઈજાઓ કરી ગુનો કરેલ છે.
સપડા ગામ તરફ જતા રસ્‍તે દારૂનો જથ્‍થો ઝડપાયો : આરોપી ફરાર
પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-પ-ર૦રરના અલીયાબાડા ગામ, નવોદય વિધાલયથી અડધો કિલોમીટર દૂર સપડા ગામ તરફ જતા ગાડા મારગમાં આરોપી રીક્ષા છકડોના ચાલકે ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૧૩ર, કિંમત રૂ.પર,૮૦૦/- તથા છકડો રીક્ષા જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,પર,૮૦૦/- ના મુદામાલ ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(3:57 pm IST)