Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જેતપુરમાં પરશુરામ પ્રાગટયોત્‍સવ અંતર્ગત બાઇક રેલી

 જેતપુરઃ વૈશાખ સુદ ૩ એટલે અક્ષય તૃતીયા (અખાત્રીજ) આજના દિવસે ભગવાન વિષ્‍ણુના અવનાર અને બ્રાહ્મણોના આરાધ્‍ય દેવ ભગવાન પરશુરામનું પ્રાગટય થયુ હોય જેને ખૂબ ધુમધામ પૂર્વક ઉજવવામાં આવે છે. શહેરમાં ભગવાન પરશુરામનો પ્રાગટયત્‍સવ ઉજવવા વિપ્ર પરિવારો ભારે ઉત્‍સાહ સાથે સમસ્‍ત યુવા બ્રહ્મસમાજ દ્વારા સવારે ૧૦:૩૦ કલાકે ભવ્‍ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી ટાંકુડીપરા ખાતે આવેલ જડેશ્વર મહાદેવ મંદિરથી જય પરશુરામના જય ઘોસ સાથે શરૂ થઇ શહેરના મુખ્‍ય માર્ગો પર કરી કોટડીયાવાડી ખાતે આવેલ ગાયત્રી મંદિરે પૂર્ણ થઇ જ્‍યાં મહાઆરતીનું આયોજન કરાયું હતું. સાંજે ૫ કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.જે જડેશ્વર મંદિરથી શરૂ થઇ મુખ્‍ય માર્ગો પર ફરી સવારે સ્‍મશાન ખાતે પ્રતિષ્‍ઠીત ભગવાનશ્રી પરશુરામની મુર્તિને ફુલહાર આરતી કરેલ. આ પ્રસંગે સુપ્રસિધ્‍ધ ભજનીક નિરંજનભાઇ પંડયા, સાધુ, સંતો પ્રમુખ હિતેષભાઇ રાવલ, યુવા પ્રમુખ હિરેનભાઇ જોશી, સુભાષભાઇ તેરૈયા, અલ્‍પેશભાઇ વ્‍યાસ, બિપીનભાઇ મીશ્રા, બીનાબેન મહેતા, રીનાબેન દવે સહિતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : કેતન ઓઝા જેતપુર)

(1:41 pm IST)