Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

સુરેન્‍દ્રનગર જીલ્લામાં મુસ્‍લિમ સમાજ દ્વારા ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી

જુદી -જુદી મસ્‍જીદોમાં ખાસ નમાજ અદા કરતા મુસ્‍લિમ બિરાદરો : એક બીજાને શુભેચ્‍છા પાઠવી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં આજે ઇદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી મુસ્‍લીમ બિરાદરો દ્વારા કરવામાં આવી છે ત્‍યારે આજે વહેલી સવારથી જ મુસ્‍લિમ વિસ્‍તારોમાં મુસ્‍લિમ બિરાદરો દ્વારા ઇદની નમાજ અદા કરવા માટે ઠેરઠેર મેળાવડા જામ્‍યા હતા ત્‍યારે આજે સુરેન્‍દ્રનગર શહેરમાં ૧૦થી વધુ મસ્‍જિદો તેમજ ઇદગાહ ખાતે આજે ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી છે દરેક મસ્‍જિદો તેમજ ઇદગાહ ખાતે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પુરતો પોલીસ બંદોબસ્‍ત રાખી અને ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ત્‍યારે આજે સુરેન્‍દ્રનગર ઇદગાહ ખાતે સુરેન્‍દ્રનગર જુમ્‍મા મસ્‍જીદના પેશ ઈમામ હાજીહનિફ બાપુ ્‌ દ્વારા ખાસ આજે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી ત્‍યારે બોડી સંખ્‍યામાં મુસ્‍લિમ બિરાદરો એ આજે ઇદની નમાજ અદા કરી અને એકબીજાને મળી અને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી ત્‍યારે ઇદની નમાઝ અદા કર્યા બાદ મુસ્‍લિમ વિસ્‍તારોમાં ઠેરઠેર કોમી એકતાના દ્રશ્‍યો પણ જોવા મળ્‍યા હતા ત્‍યારે વઢવાણ ખાતે પણ ઈદ ની નમાજ અદા કરવામાં આવી છે ઘરશાળા પાસે આવેલ ઈદગાહ ઉપર મોટી સંખ્‍યામાં તેમજ આજુબાજુના ગામના મુસ્‍લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી અને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેર રેલવે મસ્‍જિદ નૂરે મોહમ્‍મદ સોસાયટીની મસ્‍જિદ ફીરદોસ સોસાયટી માં આવેલી મસ્‍જિદો તેમજ લક્ષ્મી પરામાં પણ ઈદ ની નમાજ અદા કરવામાં આવી હતી આમ સુરેન્‍દ્રનગર શહેરમાં ૧૦ જેટલી મસ્‍જિદોમાં પણ ઈદ ની નમાજ અદા કરવામાં આવી છે ત્‍યારે આજે સુરેન્‍દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં પણ આજે વહેલી સવારે ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી છે જેમાં ધાંગધ્રા પાટડી દસાડા જેનાબાદ લીમડી લખતર ચોટીલા સહિતના ગામોમાં પણ આજે ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી છે અને જ્‍યાં પણ કોમી એકતાના માહોલ વચ્‍ચે આજે ઈદની ઉજવણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે
 સુરેન્‍દ્રનગર શહેરના કોમી એકતાના રાહ બર હાજી સૈયદ યુસુફ મિયા બાપુ ના નિવાસ્‍થાને આજે દરેક સમાજના લોકો તેમના નિવાસસ્‍થાન ખાતે દોડી આવી અને ઈદની મુબારકબાદી પાઠવી છે ત્‍યારે તેમના નિવાસ સ્‍થાને આજે વહેલી સવારથી જ મુસ્‍લિમ બિરાદરો તેમજ દરેક જ્ઞાતિના આગેવાનો સહિતના લોકો તેમના નિવાસસ્‍થાન ખાતે ઇદની મુબારકબાદી પાઠવવા માટે દોડી આવ્‍યા હતા અને ઈદની મુબારકબાદી પાઠવી હતી ત્‍યારે તેમના પરિવારમાં હાજી યાણી રોશન માં તેમજ હાજી સૈયદ ઈરફાન બાપુ ઉર્ફે દાદાબાપુ તેમજ નુરુદ્દીન બાપુ સહિતના પરિવારજનોને આજના આજના પવિત્ર અવસરે દરેક સમાજ અને દરેક જ્ઞાતિના આગેવાનો દ્વારા ઇદની મુબારકબાદી પાઠવી અને ખુશી વ્‍યક્‍ત કરી હતી
સુરેન્‍દ્રનગર શહેરમાં આજે ઇદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી થઈ રહી છે ત્‍યારે સુરેન્‍દ્રનગરની સબજેલ ખાતે રમજાન માસ દ્વારા બંદીવાન ભાઈઓ દ્વારા રોજા ઈફ્‌તાર ત્‌ કરી અને આજે જ્‍યારે ઈદની ઉજવણી થઈ રહી છે ત્‍યારે સુરેન્‍દ્રનગરની સબજેલ માં હાજી ફારૂક બાપુ દ્વારા ઇદની નમાજ બંદીવાન ભાઈઓને અદા કરવામાં આવી છે અને આજની પવિત્ર રમજાન ઈદના અવસરે ખુદાતાલા પાસે પ્રાર્થના કરી અને કેદી ભાઈઓ ના જીવન માં ખુશા લી અને આનંદમય વાતાવરણ છવાય અને જલ્‍દીથી જલ્‍દી તમામ કેદીઓ જેલમાંથી મુક્‍ત થાય તેવી ખુદાતાલા પાસે હજી ફારૂક બાપુ દ્વારા નમાજ અદા કરાવી અને દુઆ કરવામાં આવી હતી ત્‍યારે તેમની સાથે એસાર કુરેશી તેમજ હાજી સિકંદર ભાઈ બિસ્‍મિલ્લા લોજ વાળા સહિતના આગેવાનોએ જેલમાં નમાજ અદા કરી હતી અને બંદીવાન ભાઈઓને પણ નમાજ અદા કરાવી હતી
આજે જોગાનુજોગ મુસ્‍લિમોનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી થઈ રહી છે વહેલી સવારથી અને આજે પડી હિન્‍દુઓના પવિત્ર અને ખાસ  કરીને ગણાતા ભૂદેવો નો પણ આજે પવિત્ર તહેવાર પરશુરામ જયંતી ઉજવાઇ રહી છે ત્‍યારે આજે સાંજના તેમની પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા પણ નીકળવાની છે ત્‍યારે આજે સુરેન્‍દ્રનગર શહેરમાં બંને તહેવારોને અનુલક્ષી અને કાયદો-વ્‍યવસ્‍થા જાળવવા માટે સુરેન્‍દ્રનગર શહેરના જિલ્લા પોલીસ અધિક્ષક દુધાત અને તેમની સૂચનાથી સુરેન્‍દ્રનગર જિલ્લાની વસ્‍તી હિમાંશુભાઈ દોશી તેમજ સુરેન્‍દ્રનગર જિલ્લાના ગુનાશોધક શાખાના પીઆઈ ચૌધરી એસ.ઓ.જી.ના ત્રિવેદી સાહેબ સીટી પીઆઇ વાઘેલા સાહેબ સહિતના આજે સુરેન્‍દ્રનગર જિલ્લામાં બંને તહેવારોને અનુલક્ષી અને બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે આજે ચાપતો પોલીસ બંદોબસ્‍ત સુરેન્‍દ્રનગર જિલ્લા અને આજુબાજુના ગામોમાં રાખવામાં આવ્‍યો છે ત્‍યારે આજે સુરેન્‍દ્રનગર જિલ્લામાં બંને તહેવારો ની ઉજવણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવું બંને એ જ્ઞાતિના આગેવાનો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.

 

(11:45 am IST)