Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જુનાગઢ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા ‘લૂ' થી બચવા આયુર્વેદ દવાનું વિતરણ

ઉનાળામાં ધોમધમખતા તાપથી બચવા આયુર્વેદ ઉપાયોની માહિતી પત્રિકાનું પણ વિતરણ કરાયુ

જુનાગઢ, તા., ૩: હાલમાં ચાલતી ઉનાળાની ઋતુમાં દિન પ્રતિદિન તાપમાન વધતુ જાય છે અને તડકો વધવાથી શરીરની ગરમીનું નિયમન કરતી વ્‍યવસ્‍થા ઉંચા તાપમાનના સંપર્કને કારણે નિષ્‍ફળ જાય છે. અતિશય પ્રવૃતિને કારણે અથવા અત્‍યંત ગરમીને કારણે જયારે શરીર વધુ પડતી ગરમીમાંથી છુટકારો મેળવી શકતુ નથી ત્‍યારે આ પરિસ્‍થિતિ સર્જાય છે. ઉંચુ તાપમાન શરીરના મુખ્‍ય અંગોની કામગીરી નિષ્‍ફળ બનાવે છે. આ અસરને લૂ લાગવી કે હીટ સ્‍ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. કોઇ પણ વ્‍યકિતને લૂ લાગી શકે છે તેમ છતા કેટલાક લોકોને લૂ લાગવાની વધારે સંભાવના છે. તેમાં બાળકો, વૃધ્‍ધો, ડાયાબીટીસના દર્દીઓ, દારૂના વ્‍યસનીઓ તેમજ જે લોકો અત્‍યંત ગરમી કે સુર્યના તાપથી ટેવાયેલા નથી તેમનો સમાવેશ થાય છે. લૂ લાગવાથી ચક્કર આવવા, માથાનો દુઃખાવો, ઉલ્‍ટી કે ઉબકા, પરસેવો ન આવે, દયના ધબકારા વધી જવા, ચીડીયાપણુ બેભાન થવુ વિગેરે જેવા લક્ષણો પેદા થાય છે.

વૈદ્ય જયેશ પરમાર, નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર અને શ્રી મીરાંત પરીખ (આઇ.એ.એસ.) જીલ્લા વિકાસ અધિકારીશ્રી, જુનાગઢના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા લૂ થી બચવા માટે જરૂરી આયુર્વેદ ઉપાયો અને ઔષધીનું વિતરણ આઇસીડીએસ શાખાના સહકારથી આંગણવાડી મારફતે સમગ્ર જિલ્લામાં કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. આ માટે તા.ર૮-૪-ર૦રરના રોજ શ્રી મીરાંત પારેખ (આઇ.એ.એસ.) જિલ્લા વિકાસ અધિકારી, જુનાગઢની ઉપસ્‍થિતિમાં વૈદ્ય મહેશ વારા, જિલ્લા આયુર્વેદ અધિકારી, જુનાગઢ દ્વારા શ્રીમતી એસ.સી.દેસાઇ, પ્રોગ્રામ ઓફીસર, આઇ.સી.ડી.એસ. શાખાને આયુર્વેદ દવાનો જથ્‍થો તથા લૂ થી બચવા માટે જરૂરી સલાહ સુચનોની માહિતી આપતી પત્રિકાનો જથ્‍થો આપવામાં આવ્‍યો.

વિશેષ માહિતી આપતા શ્રી મીરાંત પરીખ (આઇ.એ.એસ.), વૈદ્ય મહેશ વારા અને શ્રીમતી એસ.સી.દેસાઇએ જણાવેલ કે  લૂ થી બચવા માટે શકય હોય ત્‍યાં સુધી સીધા તાપમાં જવાનું ટાળવુ અને જયારે તાપમાં બહાર જવુ પડે ત્‍યારે આ આયુર્વેદ ઔષધીનું ચોક્કસપણે સેવન કરીને અને પુષ્‍કળ પ્રવાહીનું સેવન કરીને બહાર જવુ. આછા રંગવાળા  અને ઢીલા વષાો પહેરો અને સમયાંતરે પ્રવાહી પદાર્થો લેતા રહેવા, સાથે સાથે લૂથી બચવા માટે જરૂરી સલાહ સુચનોની માહિતી આપતી પત્રિકામાં બતાવેલ અન્‍ય ઘરગથ્‍થુ  ઉપાયોને પણ ધ્‍યાને રાખવા. 

(12:07 pm IST)