Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવતઃ ૧૬માંથી ૧૪ બેઠકો મળી

ખંભાળિયા તા.૩ : દ્વારકા તાલુકા પંચાયતમાં ફોર્મ ભરવા વખતે જ ચાર બેઠકો બિનહ રીફ કબજે ભાજપે કરી હતી. જે પછી અહીંના પુર્વ ધારાસભ્ય પબુભા માણેક તથા ભાજપના જિલ્લા પ્રમુખ શ્રી ખીમભાઇ  જોગલ તથા મહામંત્રીઓ યુવરાજસિંહ  શૈલેષભાઇ તથા મયુરભાઇના પ્રયાસોથી વધુ ૧૦ સાથે ૧૬માંથી ૧૪ બેઠકો ભાજપે કબ્જે કરી સતા પ્રાપ્ત કરી છે.

અહીં ભાજપમાંથી સવિતાબેન જયેન્દ્રભાઇ વડીયા, હિરલખા સુરુભા વાઢેર, દાનાભાઇ આલાભાઇ ચાનપા, વનરાજભાઇ કચરાતા માણેક અનુપમા સુનીલભાઇ શ્રીમાળી, ભારતીબેન નાયાતા કેર, દેવસીંગ તેજાભા હાથલ, સપના જયેશભાઇ  મોતીવરસ, યુસુફઆલી ઇસબાની, તથા પબુભા માણેક વિજેતા થયા હતા.

અહી વરવાળા -ર બેઠક પર કોંગ્રેસમાંથી હલીમાબેન અમીશા માંકોડા, વિજેતા થયા છે. તો અપક્ષ ઉમેદવાર પાલાભા ગજુભા માણેક ગોદીથી બેઠક પર વિજેતા થયા છે.

અહી લાંબા સમયથી ભાજપ તાલુકા પંચાયત પર શાસન કરે છે.

જામનગરમાં મોડી રાતે ડીજે વગાડતા ગુન્હો દાખલ

જામનગર, તા.૩: સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેર એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી વિલભાઈ પ્રેમજીભાઈ કબીરા,  રાત્રીના મહિલા કોલેજ પાછળ, પ્રતાપનગર રામાપીરના મંદિર પાસે, જામનગરમાં મોડે સુધી ડી.જે.માઈક વગાડી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, એસોશીએશન ચોકડી થી ઈન્દીરા રોડ તરફ જતા જી.આઈ.ડી.સી. ઓફીસ પાસે, આરોપી સંજયભાઈ હરીભાઈ મોડ, રે. જામનગરવાળા ઈંગ્લીશ દારૂનીબોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની લઈ નીકળતા ઝડપાઈ ગયેલ છે તથા દારૂ પૂરો પાડનાર આરોપી ધીરેન નંદા ફરાર થઈ ગયેલ છે.(૨૩.૧૩)

(1:38 pm IST)